ભાવનગર : ગુજરાતમાં નવા વાહનોની ખરીદીની સાથે નંબર પણ સ્પેશિયલ લેવાનો આગ્રહ વાહનના ચાલક રાખતો હોય છે. ભાવનગર આરટીઓમાં પણ વાહનનો પસંદગીનો નંબર લેવા માટે ઓકશન કરવામાં આવે છે. ભાવનગરના આરટીઓમાં પહેલા ઓનલાઈન ઓકશનની વ્યવસ્થા નહોતી. પરંતુ હવે ઓનલાઈન ઓકશન (હરાજી) કરવામાં આવે છે. જો કે નવા વાહનો સાથે સિલેક્ટેડ નંબર લેવાની માંગ હજુ પણ જોવા મળી રહી છે.
નવા વાહનો સાથે સિલેકટેડ નમ્બરની માંગ : ભાવનગરમાં નવા વાહનોની ખરીદી કરનાર વ્યક્તિઓને વાહનનો પસંદગીનો નંબર લેવાની આશા જોવા મળી રહી છે. મોટાભાગે લોકોની પસંદ ડબલ ડિઝીટમાં આવતા આંકડાઓ લેવાની રહેતી હોય છે. જેમ કે 7777,9999, 8282, 4444 તેમજ 5151 જેવા નંબરો લેતા હોય છે. આ સાથે પણ બાઇકમાં ડબલ ડિઝીટની પણ માંગ રહેવાને સાથે સિંગલ ડિઝીટમાં એટલે કે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર કે માત્ર 5 નંબર એકમાત્ર હોય તેવા નંબરોની પણ માંગ રહેતી હોય છે. જે રીતે સિલેક્ટેડ નંબર હોય તેની એ રીતે હરાજી હાથ ધરવામાં આવે છે.
RTO કચેરીમાં કેવી રીતે રહે છે માંગ : ભાવનગર આરટીઓ કચેરીમાં પણ વાહનનો પસંદગીનો નંબરની માંગ રહે છે, ત્યારે આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે સિલેકટેડ સિરીઝની વાત કરવામાં આવે તો તેનું ઓક્શન કરવામાં આવતું હોય છે અને અરજદાર આપણે ઓનલાઈન જે ઓપ્શન હોય છે એમાં પરિવહન વેબસાઈટ ઉપર એ ભાગ લેતા હોય છે.
નવી સિરીઝ ચાલુ થાય ત્યારે ઓકશનમાં વ્હીકલની સંખ્યા ખૂબ વધારે હોય છે. 300ની આજુબાજુ 300થી 400ની આજુબાજુ હોય છે. જ્યારે ફોરવ્હીલરની અંદર 100 થી 150ની અંદર હોય છે. રકમની વાત કરવામાં આવે તો 5 લાખ, 7 લાખ જે એક નંબરની હોય છે. 9 નંબર છે તો 9999 નંબર છે, 1,1 એની ખૂબ માંગ રહેતી હોય છે. જેથી કોઈ વાર કોઈ વાર 3 લાખ હોય એ રીતે જયાં સુધી ઓક્શનમાં હરાજી જતી હોય છે ત્યાં સુધી કિંમત બોલાતી હોય છે...ઇન્દ્રજીત ટાંક ( આરટીઓ અધિકારી )
સરકારને થાય છે લાખોની કમાણી નંબરો પર : વાહનોમાં ખાસ સિલેક્ટેડ નંબર રાખવાની જે તે વ્યક્તિની ઈચ્છાને પગલે ધનાઢય વ્યક્તિઓ માંગ્યા પૈસા પણ આપતા હોય છે. બાઈકમાં જોઈએ તો 500 થી લઈને ઊંચાઈ સુધીની કિંમતમાં નંબરો હરાજીમાં બોલાતા હોય છે. ત્યારે ફોરવહીલમાં એક નંબરના સિલેક્ટેડ નંબર લેવા માટે 3 લાખથી લઈને 7 લાખ સુધીની હરરાજી બોલાતી હોવાનું અધિકારીએ જણાવ્યું છે. મતલબ સાફ છે કે વાહન ચાલકો પોતાના વાહનમાં મનગમતો નંબર લેવા માટે પણ હજારો અને લાખો ખર્ચવામાં પાછી પાની કરતા નથી. આ ઉત્તમ ઉદાહરણ છે.