ભાવનગર: શહેર અને જિલ્લામાં શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે વેકેશનનો આનંદ માણવા માટે ભાવનગરવાસીઓ પ્રવાસના સ્થળો ઉપર જવાનો કાર્યક્રમ યોજી રહ્યા છે. ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતી લાંબા અંતરની મોટાભાગની ટ્રેનોનું બૂકીંગ ફુલ થઈ ગયું છે. પ્રવાસન સ્થળો ઉપરની ટ્રેનોમાં આગામી એક માસ સુધી પેક છે. તેના પરથી ભાવનગરવાસીઓના વેકેશન આયોજનનો ખ્યાલ આવે છે.
સમર વેકેશન ઈફેક્ટઃ શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થતા જ ભાવનગર શહેરમાં અનેક પરિવારો ગરમીથી રાહત મળે તેવા પ્રવાસન સ્થળો ઉપર જવાનો આગ્રહ રાખે છે. ભાવનગરથી સીધી લાંબા અંતરની પ્રવાસની ટ્રેનોમાં બૂકિંગ હાઉસફુલ થઈ ગયું છે. ભાવનગર શહેરથી બેંગાલુરુ, કોચી, ઊટી, હરિદ્વાર, ગોવા અને કન્યાકુમારી જેવા પ્રવાસન સ્થળો ઉપર અનેક પરિવારો વેકેશનમાં રજાઓ માણવા જઈ રહ્યા છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પ્રવાસન સ્થળો ઉપર જવા માટે અગાઉથી લાંબા અંતરની ટ્રેનોમાં બૂકિંગ થઈ ગયેલું નજરે પડી રહ્યું છે.
લાંબા અંતરની ટ્રેન્સ હાઉસફુલઃ ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોમાં ભાવનગર-કાકીનાડા 1 જૂન, ભાવનગર- આસનસોલ 14 મે, ભાવનગર-કોચ્ચીવલ્લી 21 મે, ભાવનગર-હરિદ્વાર 17 જૂન, ભાવનગર-ઉધમપુર 30 મે, ભાવનગર- બાંદ્રા 30 એપ્રિલ, ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ 5 મે, પાલીતાણા-મુંબઈ 24 એપ્રિલ સુધી હાઉસફુલ છે. આમ, મે મહિનાના અંત સુધીમાં લાંબા અંતરની મોટાભાગની ટ્રેનો હાઉસફુલ છે. પ્રવાસન સ્થળો ઉપરની ટ્રેનોમાં આગામી એક માસ સુધી પેક છે. તેના પરથી ભાવનગરવાસીઓના વેકેશન આયોજનનો ખ્યાલ આવે છે. ભાવનગર શહેરથી બેંગાલુરુ, કોચી, ઊટી, હરિદ્વાર, ગોવા અને કન્યાકુમારી જેવા પ્રવાસન સ્થળો ઉપર અનેક પરિવારો વેકેશનમાં રજાઓ માણવા જઈ રહ્યા છે.