ETV Bharat / state

'પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે', ભાવનગરની આ સોસાયટીમાં રહીશો દોઢ વર્ષથી ત્રાહીમામ

ભાવનગર શહેરના બોરતળાવ નજીક આવેલી શિવનગર સોસાયટી છેલ્લા દોઢ વર્ષથી ગંદા પાણીનો શિકાર બની રહી છે.

ગંદા પાણીની સાથે સ્થાનિકોની તસવીર
ગંદા પાણીની સાથે સ્થાનિકોની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2024, 4:28 PM IST

ભાવનગર: ભાવનગર શહેરના બોરતળાવ નજીક આવેલી શિવનગર સોસાયટી છેલ્લા દોઢ વર્ષથી ગંદા પાણીનો શિકાર બની રહી છે. સોસાયટીમાં રહેતા લોકો ગંદા પાણીના કારણે તાવ, ઝાડા, ઉલ્ટી વગેરે જેવી બીમારીથી ત્રાહીમામ પોકારી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે ગંદુ પાણી મહિનામાં આવે જ છે. સારું કરી જાય પણ સમસ્યા હલ થતી નથી. મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગે સમસ્યાને લઈને કમરકસી છે. જાણો વિગતથી.

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીના ગંદા પાણીના પ્રશ્ને મહાનગરપાલિકાને ફરિયાદ કરનાર ગીરીશભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, અહીંયા અમારે સોસાયટીમાં ઘણા મકાન છે, અમે શિવનગર સોસાયટીમાં રહીએ છીએ અને અમારે અહીંયા જે પાણીનો પ્રશ્ન છે. એનાથી દરેક માણસ કહીને તો ઘરમાં એકથી બે લોકો માંદા જ હોય છે, દર મહિનાની અંદર ગટરનું પાણી ભળી જ જાય છે અને ઘણી વખત રજૂઆતો કરવા છતાંય તેનું નિરાકરણ આવતું નથી. અમે લેખિત રજૂઆત તો ઘણી વખત કરી અને મેં ઓનલાઇન રજૂઆત કરી, છતાં આનું કોઈ સોલ્યુશન કોઈ લાવી શકે એમ મને લાગતું નથી, કારણ કે જો સોલ્યુશન આવવાનું હોય તો દોઢ વર્ષથી અમે હેરાન થઈએ છીએ, તો સોલ્યુશન આવી ગયું હોય. સરકારને લોકો માંદા પડે એમાં જ રસ છે, ઢોલ વગાડી વગાડી વેરો તો લઈ જાય છે.

ગંદા પાણીથી લોકો પરેશાન (ETV Bharat Gujarat)

ગૃહિણીએ ઠાલવ્યો રોષ એક પછી એક માંદા પડે છે
શિવનગરમાં રહેતા વૃદ્ધા લીલાબેન માણીયાએ જણાવ્યું હતું કે, અમારા પાણીની તકલીફ છે. ગટર વાળું પાણી આવે છે અને દર મહિનામાં તકલીફ ઊભી થાય છે. સારું કરે અને પંદર દિવસ સારું રહે પછી એનું એ થઈ જાય છે. દર વખતે ગટરનું જ પાણી આવે છે, દોઢ વર્ષથી અમારે આની આ તકલીફ છે. તાવ આવી જાય છે લોકો બીમાર પડે છે. સોનલબેન પોલરાએ જણાવ્યું હતું કે, પહેલા તો અમારે પાણી આવતું નથી અને જે પાણી આવે છે એ ગટરનું આવે છે. અમે ઘરમાં 10 સભ્યો છીએ, એક પછી એક બીમાર પડ્યા છે પાણીના હિસાબે, તાવ,ઝાડા, શરદી માથું દુઃખવું શરીરમાં કોઈને કોઈ તકલીફ રહે છે. પાણી બિલકુલ જરાય સારું નથી આવતું. અડધો કલાક પાણી આપે એમાં 20 મિનિટ તો જવા દેવું પડે છે, વારં વારં મહિને આજ સમસ્યા અમારે ઉભી હોય છે.

મહાનગરપાલિકાએ પગલાં શુ લીધા
મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, શિવનગર જે ચિત્રા વિસ્તારમાં આવેલું છે તેની મારી પાસે ફરિયાદ આવેલી હતી, એટલે ગઈકાલે સપ્લાય ચેક કરેલી છે, અને અમુક જગ્યાએ જે આ દૂષિત પાણી આવતું હોવાની બાબત ધ્યાનમાં આવતા ડ્રેનેજ વિભાગને જાણ કરી અને આ વિસ્તારના તમામ મેનહોલ છે તેમાં સાફ સફાઈ કરવા માટે તેઓને જાણ કરેલી હતી. આજે તેઓ દ્વારા તમામ મેનહોલ સાફ કરી નાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે સપ્લાય ચેક કરીશું અને જો હજી ગંદુ પાણી આવતું હશે, તો ત્યાં અમારી લાઈન ઉપર ચેકઅપ શરૂ કરવામાં આવશે અને તેઓને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે આજે પણ ટેન્કર મોકલવામાં આવ્યું છે અને જ્યાં સુધી આ કામ શરૂ રહે ત્યાં સુધી ટેન્કર શરૂ રાખવામાં આવશે.

આ પણ વાંચો:

  1. રણમાં પાણી કે પાણીમાં રણ !, આ વખતે સફેદ રણની ચમક માણવા જોવી પડશે રાહ
  2. ભાવનગરમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો, મગફળી, કપાસના પાકને નુકશાનની ભીતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.