ભાવનગર : સમગ્ર વિશ્વમાં આજે પ્લાસ્ટિક માથાનો દુઃખાવો છે. ત્યારે ભાવનગરમાં 2021માં ડોક્ટર તેજસ દોશીએ મહાનગરપાલિકાના સહયોગમાં ઈકો બ્રિક્સ પાર્કનું સર્જન કર્યું હતું. પ્લાસ્ટિકની બોટલોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાઓ ભરવામાં આવ્યા હતાં અને તે બોટલોનો કલાત્મક પાર્ક બનાવવામાં આવ્યો હતો.જોકે આ ઇકો બ્રિક્સ પાર્ક હવે અસ્તિત્વ ધરાવતો નથી. પરંતુ જે તે સમયે આ ઇકો બ્રિક્સ પાર્ક ઉપર એક રિસર્ચ પેપર લખાયું હતું જેને વિશ્વની દરેક યુનિવર્સિટીમાં યુજીસી દ્વારા રજુ પણ કરવામાં આવ્યું છે. જે ભાવનગર માટે ગૌરવની વાત છે.
ઇકો બ્રિક્સ પાર્ક ઉપર એક રિસર્ચ પેપર લખાયું અને વિશ્વની દરેક યુનિવર્સિટીમાં પેપરને યુજીસી દ્વારા રજુ પણ કરવામાં આવ્યું છે. 2022ના ઍન્ડથી લઈને 2023 ડિસેમ્બર સુધીમાં આ પેપર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જોકે UGCમાં આ પેપર નવેમ્બરમાં સબમીટ કરવામાં આવ્યો હતો અને 23થી 30 ડિસેમ્બર 2023 વચ્ચે તે પબ્લિશ કરવામાં આવ્યો હતો...ડો. તેજસ દોશી ( ઇકો બ્રિક્સ પાર્કના પ્રણેતા )
2021માં બન્યો હતો ઇકો બ્રિક્સ પાર્ક : ભાવનગર શહેરમાં 2021માં ડોક્ટર તેજસ દોશીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ માટે એક પ્રયોગ શોધી કાઢ્યો હતો. ડોક્ટર તેજસ દોશી પ્લાસ્ટિકની બોટલોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ભરીને લોકોને બોટલો આપવા માટે આગ્રહ કર્યો હતો. જ્યારે મહાનગરપાલિકાએ તે પ્રકારની બોટલો માટે કિંમત પણ ચૂકવી હતી. મોટી સંખ્યામાં એકઠી થયેલી બોટલો દ્વારા અકવાડા પાસે ઇકો બ્રિક્સ પાર્ક બનાવવામાં આવ્યો હતો. જેમાં ચાલવા માટેની પાળી, વૃક્ષને ફરતે બોટલોની દીવાલ જેવી ચીજો બનાવીને એક પાર્કનું સર્જન કરાયું હતું. તે સમગ્ર વિશ્વને એક સંદેશો આપી જાય છે.
ઇકો બ્રિક્સ પાર્ક પર સંશોધન બાદ પેપર રજૂ થયું છે. ગાંધીનગરમાં આવેલી જયરામ પટેલ ઓફ બિઝનેસ કોલેજના પ્રોફેસર ઉર્વી અમીન અને તેની એન્ટાયર ટીમ ડોક્ટર સ્વાતિ, ડોક્ટર શિવનાયસી અને ડોક્ટર નીતિશકુમાર દ્વારા આજથી દોઢ વર્ષ પહેલા આ લોકોએ મારા ઇકો બ્રિક્સ પાર્ક અને કટ ધ કોર્નર બે પ્રોજેક્ટ ઉપર ખૂબ લાંબો સમય ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એટલો સરસ પ્રોજેક્ટ છે કે જેના ઉપર અત્યારે વડાપ્રધાનનો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બહુ મોટું કેમ્પિયન કરે છે તેથી એમને કેસ પેપર સ્ટડી કરી એક સંશોધનાત્મક પેપર રજૂ કર્યો. તે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો...ડો. તેજસ દોશી ( ઇકો બ્રિક્સ પાર્કના પ્રણેતા )
વિશ્વની દરેક યુનિવર્સિટીમાં પેપર UGCએ રજૂ કર્યો : ભાવનગરના ઇકો બ્રિક્સ પેપર ઉપર થયેલા સંશોધનને લઈને ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે જે કેસ પેપર સ્ટડી કરીને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો. તેની એટલે સફળતા મળી કે યુજીસીએ આખા વિશ્વ લેવલના મેગેઝીનમાં તે પેપરને રજૂ કર્યો હતો. તેનું ટાઇટલ એવું આપવામાં આવ્યું છે કે " ઇકો બ્રિક્સ પ્રોસેસ ઓફ ધ ટ્રાન્સફોર્મર ટુ વર્ડ્સ અ ન્યુ ફ્યુચર" જે દરેક યુનિવર્સિટીમાં પબ્લિશ કરવામાં આવ્યું છે.