ETV Bharat / state

સાયક્લિસ્ટો માટે સારા સમાચાર: આ તારીખે યોજાશે ગીરનાર સાયકલ યાત્રા, જાણો... - GIRNAR CYCLE TOUR

સાયકલિંગ આજના સમયમાં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે ત્યારે ભાવનગર સાયકલ ક્લબ અને અમદાવાદ-જૂનાગઢ સાયકલ ક્લબ દ્વારા આગમી દિવસોમાં ગીરનાર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

5 જાન્યુ. એ યોજાશે ગીરનાર સાયકલ યાત્રા
5 જાન્યુ. એ યોજાશે ગીરનાર સાયકલ યાત્રા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2024, 1:30 PM IST

ભાવનગર: જૂનાગઢ લીલી પરિક્રમા બાદ હવે સાયકલિસ્ટ માટે ઉત્તમ તક એવી ગીરનાર પરિક્રમા કરવા માટે મળી રહી છે. ભાવનગર, અમદાવાદ અને જૂનાગઢના સાયકલિસ્ટ ગ્રૂપ દ્વારા ગીરનાર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં અનેક સાયકલિસ્ટોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે તમે પણ જો સાયકલિસ્ટ છો તો આ જાણો...

જૂનાગઢની પરિક્રમા કેટલા કિલોમીટરની?: ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 'આ આયોજન ગ્રીન રાઈડર્સ સાયકલ ગ્રુપ અમદાવાદ તેમજ જૂનાગઢ યુથ હોસ્ટેલ તેમજ ભાવનગર સાયકલ કલ્બ અને જૂનાગઢ સાયકલ કલ્બ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

સાયક્લિસ્ટો માટે સારા સમાચાર (Etv Bharat Gujarat)

આ યાત્રા તારીખ 5 જાન્યુઆરી 2025 ના રોજ સવારના 6.00 વાગ્યા સરદાર પટેલ દરવાજા જુનાગઢ ખાતેથી શરૂ કરવામાં આવશે. આ યાત્રા 75 કિ.મીની હોવાથી તે જ દિવસે બપોરના 12:00 વાગે પૂર્ણ કરવામાં આવશે. ભાગ લેનાર તમામ સાયકલિસ્ટોએ ગ્રીન રાઈડર્સ અમદાવાદ ગ્રુપનો તેમજ ભાવનગર સાયકલ કલ્બનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ આ ભાગ લેનાર તમામ સાયકલિસ્ટોને પ્રમાણપત્ર આપવામાં આવશે.

ભવનાથ
ભવનાથ (Etv Bharat Gujarat)

શું છે આનો હેતુ અને કેટલા રજીસ્ટ્રેશન થયા: વધુમાં તેમણે જણાવ્યું હતું કે,'અત્યાર સુધીમાં આ યાત્રામાં સૌથી વધુ સાઇકલિસ્ટોએ ભાઈઓ તથા બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે, તેમાં અમદાવાદના 52 સભ્યો, મુંબઈના 4 સભ્યો, જૂનાગઢના 28 સભ્યો અને ભાવનગરના 10 સાયકલિસ્ટોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. આ યાત્રાનો મુખ્ય હેતુ જુનાગઢ શહેરને એક્સટર્ન કરવાનો, ગિરનાર પરિક્રમાની આજુબાજુ પ્રકૃતિ માણવાનો તેમજ આધ્યાત્મિકતા સાથે સ્વાસ્થ્ય અને પરિણામનું મૂલ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

ગીરનાર પર્વત
ગીરનાર પર્વત (Etv Bharat Gujarat)

જાણો રજીસ્ટ્રેશન ફી: જૂનાગઢની પરીક્રમા 5 જાન્યુઆરી 2025ના રોજ સવારે 6 કલાકે શરૂ થશેે. આ સાથે રજીસ્ટ્રેશન કરવા માટે ફી પણ નક્કી કરવામાં આવી છે. જે ફરજિયાત છે. જો કે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા રોજ સવારમાં ઓછામાં ઓછા 25 kmનું સાયકલિંગ કરવામાં આવતું હોય છે ક્યારેક લાંબી સાયકલિંગ પણ કરવામાં આવે છે.

સાયક્લિસ્ટો
સાયક્લિસ્ટો (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ચિંતા ન કરશો, કોઈ જ ભીડ નહીં કોઈ જ ધક્કામુક્કી નહીં, મહાકુંભ માટે શરૂ થઈ 9 સ્પેશિયલ ટ્રેન, જાણો
  2. સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન કેવી રીતે દેશનું સૌથી શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.