ભરૂચ: ભરૂચમાં નિર્ભયા કાંડની ઘટનામાં 10 વર્ષની બાળકીના મોતના ગણતરીના કલાકોમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભરૂચના આમોદમાં 71 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ખાસ વાત એ છે કે, આરોપીએ અગાઉ પણ દુષ્કર્મ આચર્યુ હતુ અને જેલમાં બંધ હતો. જોકે જામીન પર પાછા આવ્યા બાદ ફરી તેણે વૃદ્ધાને હવસનો શિકાર બનાવી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મી યુવકને ઝડપી પાડ્યો હતો.
આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
વિગતો મુજબ, ભરૂચ જિલ્લાના આમોદના એક ગામમાં ખેતરમાં ઝૂંપડામાં રહેતી 71 વર્ષની વૃદ્ધાને 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના દુષ્કર્મીએ ફરી પોતાની વાસનાનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે. જે બાદ આરોપી યુવકને પકડી પાડવામાં આવ્યો હતો.
એકલવાયું જીવતી વૃદ્ધાને નરાધમે શિકાર બનાવી
ચોંકાવનારી બાબત એ છે કે, વર્ષ 2023 માં પણ આ નરાધમે એકલવાયું જીવન જીવતી વૃદ્ધાને ડરાવી-ધમકાવી, મારઝૂડ કરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે અંગે આમોદ પોલીસ મથકમાં જ તે સમયે ફરિયાદ દાખલ કરતા પોલીસે જૂન 2023 માં આરોપીની ધરપકડ કરી હતી. જોકે 1 વર્ષથી જેલમાં બંધ આરોપી શૈલેષ રાઠોડ જામીન પર છૂટ્યા બાદ ફરીથી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ છે.
ભરૂચમાં બાળકી બાદ વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના
ભરૂચ જિલ્લામાં આ પ્રકારની વધુ એક શરમજનક ઘટના બનતા બાળાઓ જ નહીં પણ વૃદ્ધાઓ પણ અસુરક્ષિત હોવાની ભીતિ લોકોમાં સેવાઇ રહી છે. થોડા દિવસો પહેલા જ ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી. જોકે 8 દિવસની સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: