ETV Bharat / state

બીલીમોરા DGVCLની મોટી બેદરકારી, ગ્રાહકને 20 લાખનું બિલ થમાવ્યું - Big amount billed by DGVCL - BIG AMOUNT BILLED BY DGVCL

ગુજરાતમાં ફરી વીજ કંપનીના વીજ મીટરની ખામી સામે આવી છે. બીલીમોરા શહેરમાં સામાન્ય પરિવારને અધધ કહી શકાય એવું મોટું લાઈટ બિલ DGVCL દ્વારા આપમાં આવ્યું છે. જે ઘરમાં માત્ર 4 પંખા, 1 ફ્રીઝ, 1 ટીવી અને 8 ટ્યુબ લાઈટ તેમજ 1 પાણીની મોટરનો વપરાશ કરતા હોય ત્યાં બે મહિનાનું બિલ 20 લાખ કેવી રીતે આવી શકે તે પ્રશ્ન છે. જાણો સંપૂર્ણ વિગત. Big amount billed by DGVCL

ગુજરાતમાં ફરી વીજ કંપનીના વીજ મીટરની ખામી સામે આવી
ગુજરાતમાં ફરી વીજ કંપનીના વીજ મીટરની ખામી સામે આવી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 10:42 PM IST

સામાન્ય પરિવારને લાખોનું બિલ થમાવી દેતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ (Etv Bharat Gujarat)

નવસારી: ગુજરાતમાં અવાર નવાર વીજ કંપનીના વીજ મીટરની ખામી સામે આવતી હોય છે. અનેકવાર સામાન્ય પરિવારોને DGVCLની બેદરકારીના કારણે લાખો રૂપિયાનું વીજ બિલ પકડાવી દેવામાં આવતું હોય છે અને અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ફરી એકવાર DGVCLની મોટી બેદરકારી સામે આવી છે. બીલીમોરા શહેરના સામાન્ય પરિવારને લાખોનું બિલ થમાવી દેતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે.

જૂન-જુલાઈનું બિલ 20 લાખ રૂપિયા
જૂન-જુલાઈનું બિલ 20 લાખ રૂપિયા (Etv Bharat Gujarat)

શું છે સંપૂર્ણ ઘટના: નવસારીના બીલીમોરા શહેરમાં ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પટેલના પરિવારને રેગ્યુલર 2000 થી 2500 જેટલું બિલ આવતું હોય છે. તેઓના ઘરમાં ચાર પંખા, એક ફ્રીઝ, એક ટીવી અને આઠ ટ્યુબલાઈટ તેમજ એક પાણીની મોટરનો વપરાશ કરવામાં આવે છે. જેઓ સરેરાશ બિલ ભરતા આવ્યા છે, પરંતુ હાલના વપરાશનું જૂન-જુલાઈ મહિનાનું બિલ તેઓના ઘરે આવતા બિલ જોઈને તેઓના હોશ ઉડી ગયા હતા. કારણ કે, આ વખતેનું બે મહિનાનું બિલ તેઓનું 20 લાખ રૂપિયા આવ્યું હતું. સામાન્ય ચાર લોકોના પરિવારને આટલું મોટું બિલ આવતા તેઓ પણ દુવિધામાં મુકાયા હતા અને સમગ્ર બાબતે બીલીમોરા DGVCLનો સંપર્ક કરતા અધિકારીઓએ આજે રજા હોય અને સોમવારે અરજી આપવા આવજો ત્યારબાદ જોઈશું તેઓ જવાબ આપ્યો હતો.

DGVCLની બેદરકારી શહેરમાં ચર્ચાનો વિષય: હાલ તો DGVCLની બેદરકારી સમગ્ર બીલીમોરા શહેરમાં ચર્ચાનો વિષય બની છે. કારણ કે, સામાન્ય પરિવારને 1000 ગણું બિલ થમાવી દેતા DGVCL વીજ મીટરની બેદરકારી સામે આવી છે.

ગુજરાતમાં ફરી વીજ કંપનીના વીજ મીટરની ખામી સામે આવી
ગુજરાતમાં ફરી વીજ કંપનીના વીજ મીટરની ખામી સામે આવી (Etv Bharat Gujarat)

જૂન-જુલાઈનું બિલ 20 લાખ રૂપિયા: આ સમગ્ર મુદ્દે પરિવારે જણાવ્યું હતું કે, 'અમારા ઘરમાં ચાર લોકોનો પરિવાર છે અને અમારા ઘરમાં સામાન્ય વપરાશની વસ્તુઓ મૂકવામાં આવી છે. જેમાં એક ટીવી, એક ફ્રીઝ, ચાર ટ્યુબલાઈટ એક પાણીની મોટર જેનું સરેરાશ બિલ 2000 થી 2500 રૂપિયા આવે છે, પરંતુ આ વખતે જૂન-જુલાઈનું બિલ 20 લાખ રૂપિયા આવતા અમારા પગ તળેથી જમીન સરકી ગઈ છે. અમે DGVCLની કચેરીએ ટેલિફોનિક ચર્ચા કરી હતી કે, અમારું બિલ 20 લાખ રૂપિયા આવ્યું છે તો તેઓએ સોમવારે આવીને મળવા માટે અમને કહ્યું છે.

બીલીમોરા DGVCLની મોટી બેદરકારી
બીલીમોરા DGVCLની મોટી બેદરકારી (Etv Bharat Gujarat)

સમગ્ર મુદ્દે DGVCLના અધિકારી સલીમ અજમેરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'બિલ રીડિંગ કરવા જતા આઉટસોસના કર્મચારીએ પોતાની રીડિંગ ગણતરીમાં ભૂલ કરી છે જે અમે સુધારી લીધી છે. જેથી પરિવારને તેમના સરેરાશ બિલની જ ચુકવણી કરવાની રહેશે.'

  1. સુરત લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ મોત, ત્રણ દિવસ બાદ પર પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો - Surat Jail inmate Suspicious death
  2. બનાસકાંઠામાં શિક્ષકની નોકરી, પણ રહેવાનું કેનેડામાં : એક પછી એક નવા ખુલાસા - Teacher dispute in Banaskantha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.