મોરબી: દિવાળીની રજાઓ દરમિયાન બંધ રહેલું બેડી માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમતું થયું છે. આજે લાભ પાંચમના દિવસે બેડી માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ મગફળીની આવકથી માર્કેટિંગ યાર્ડ નો પાટ ભરાઈ ચૂક્યો હતો. જોકે મગફળી વાવતા ખેડૂતો માટે આ નવું વર્ષ નિરાશા લઈને આવ્યું હતું
બેડી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું: દિવાળીની રજાઓ દરમિયાન સુમસામ લાગતું બેડી માર્કેટિંગ યાર્ડ આજે મુહૂર્તના સોદા બાદ કરી ધમધમતું થયું હતું. બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી વિભાગમાં વહેલી સવારમાં મૂહુર્તના સોદા કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ કરતાંની સાથે જ પ્રથમ દિવસે રુ. 1 લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ હતી.
ટેકાના ભાવ કરતા 100 રૂપિયા ઓછા ભાવ: ટેકાના ભાવ કરતા 100 રૂપિયા જેટલા ઓછા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેને કહ્યું કે, ખેડૂતો હજુ રાહ કરી શકે છે. કદાચ ભવિષ્યમાં આટલા ભાવ ન મળે તો પણ સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે, તે ભાવે વેચી શકે છે. હાલ ખેડૂતોને રુ. 1000 થી લઈને રુ.1250 સુધી મગફળીના ભાવ મળી રહ્યા છે.
મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન: ખેડૂતોએ કહ્યું કે, ટેકાના ભાવના બિયારણ જંતુનાશક દવા અને મજૂરી સહિતનો મોટો ખર્ચો કરવો પડતો હોય છે. જેમના કારણે આટલો ઓછો ભાવ ન પોષાય. વધુ વરસાદના કારણે મગફળીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળીનો પાક અને એક વખત પલળી ચૂક્યો છે. ખેડૂતોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે 1500 રૂપિયા ભાવ મળે તો પણ ઓછો કહેવાય. તેમ જણાવી પોતાની વ્યથા જણાવી હતી.
આ પણ વાંચો: