ETV Bharat / state

બનાસકાંઠામાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ - banaskantha weather update

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 12:18 PM IST

બનાસકાંઠામાં મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે વરસાદી માહોલને પગલે દરેક તાલુકા ભીંજાયા છે. જ્યારે વરસાદની પધરામણી થતા બનાસવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે., banaskantha weather update

બનાસકાંઠામાં મેઘરાજાની પધરામણી
બનાસકાંઠામાં મેઘરાજાની પધરામણી (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: રાજયમાં ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠામાં મેઘરાજાએ પધરામણા કરી છે. ત્યારે વરસાદી માહોલને પગલે દરેક તાલુકા ભીંજાયા છે. બનાસકાંઠાના વડગામમાં 5 ઇંચ, પાલનપુરમાં 2.7 ઇંચ, ધાનેરામાં 2 ઇંચ, દાંતીવાડા અને ડીસામાં 2.5 ઇંચ, અમીરગઢ દાંતામાં 2.4 ઇંચ, સુઈગામ ભાભરમાં 1.5 ઇંચ, વાવમાં 1.25 ઇંચ, થરાદ 1 ઇંચ અને સુઈગામ દિયોદરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો.

રસ્તાઓ અને બજારો બેટમાં ફેરવાયા: વરસાદી માહોલ વચ્ચે સમગ્ર જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં વરસાદની કાગડોળે રાહ જોવાતી હતી. ત્યારે વરસાદ પડતાની સાથે જ જિલ્લા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા અનેક રસ્તા અને બજારો બેટમાં ફેરવાયા છે. જિલ્લામાં વરસાદી પાણી ભરાતા અસ્થાનિકો અને વાહન ચાલકોને પણ અગવડતા પડી રહી છે. ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા જિલ્લાને પાણી પાણી કર્યો છે.

ખેડૂતોમાં ખુશી: બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર કાણોદર નજીક હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હાઈવે જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે પાણીને લઈને નાના વાહન ચાલકો પણ અટવાયા હતા. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી.

વાહનો ખોટવાયા: હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા વડગામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડગામ પંથકમાં ચાર કલાકમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પિલુચાથી વડગામ જવાના નેશનલ હાઇવે 58 પર વરસાદી પાણી ભરાયા હતા. પિલુચા રોડ પર પાણીના નિકાલ માટે નાખેલી ગટર નાની હોવાથી ત્યાં પુલના છેડે મોટો ખાડો પડી ગયો હતો. જ્યાં વાહનો ખોટવાઈ જવાના બનાવો બન્યા હતા. વરસાદના આગમનને લઈને ચોમાસુ કરેલ વાવેતરમાં પાકોને જીવત દાન મળશે.

  1. માછણ ડેમ ઓવરફ્લો થવાને આરે, તંત્રએ આ ગામોને કર્યા એલર્ટ, બહાર પાડી ખાસ માર્ગદર્શિકા - ready to overflow of Machhan dam
  2. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા - RAIN IN BANASKANTHA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.