ETV Bharat / state

Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઇ - 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યાત્રિકોને અગવડ ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જનતા આ મહોત્સવમાં વિનામૂલ્ય મુસાફરી કરીને ભાગ લઈ શકે એ માટે જીએસઆરટીસીએ વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની 750 બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવી છે.

Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 9:36 PM IST

750 બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવી

અંબાજી : અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર ભક્તો માટે વિનામૂલ્ય બસ સેવા સાથે જ વિનામૂલ્ય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવનો લાભ લઇ એકસાથે 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી શકે તે માટે તંત્રએ સેવા યજ્ઞ કર્યો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ સેવા યજ્ઞમાં સહભાગી થઈ અને વિનામૂલ્ય મુસાફરી માટે 750 જેટલી જીએસઆરટીસીએ આ મહોત્સવ માટે ફાળવી છે.

ફાળવાયેલી બસોમાંથી આટલી બસો આ જિલ્લામાં જશે : બનાસકાંઠા જિલ્લા માટે 375 બસો અને 375 બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મુકવામાં આવી છે. જેના દ્વારા શ્રધ્ધાળુ માઇભક્તો આ પાંચ દિવસીય મહોત્સવનો લાભ લઇ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

750 બસો અને 10 મીની બસો : જીએસઆરટીસી બસોની ફાળવણીને લઈ માહિતી આપતા એસ.ટી. વિભાગના વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી યાત્રાધામનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ભાદરવી પૂનમનો મેળો અને 51 શક્તિપીઠ મહોત્સવમાં દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ભાવિક શ્રદ્ધાળુઓ વિનામૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે એ માટે એસ.ટી વિભાગ પણ સજ્જ છે અને પાંચ દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસ.ટી વિભાગ દ્વારા 750 બસો અને 10 મીની બસોની સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને 51 શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે.

1600 કરતાં વધુ કર્મચારીઓ જોડાયા : જીએસઆરટીસીના ડ્રાઈવર અને કંડકટર સહિત 1600 કરતાં વધુ કર્મચારીઓ આ સેવાયજ્ઞમાં જોડાયા છે અને નિષ્ઠાપૂર્વક મુસાફર જનતાને કોઈપણ જાતની તકલીફ ન પડે એ રીતે મુસાફરીની સવલત પુરી પાડવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 45 હજાર કરતાં વધુ મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો હતો.

તળેટી સુધી બસો દ્વારા ભક્તોને પહોંચાડાઇ રહ્યાં છે : વાત કરવામાં આવે તો દૂર દૂરના ગામોથી ભક્તોને અંબાજી સુધી લાવવામાં આવી રહ્યા છે. જ્યારે અંબાજી ગબ્બર સર્કલથી અને ગબ્બર તળેટી સુધી જે ત્રણ કિમીનો રસ્તો છે ત્યાં પણ ભક્તોને વિનામૂલ્ય મુસાફરી કરાવી અને છેક ગબ્બર તળેટી સુધી લાવવામાં આવી રહ્યા છે. જેને લઇ ભક્તોમાં એક આનંદની લાગણી જોવા મળી રહી છે. સાથે જ બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના વતન પરત ફરે ત્યાં સુધીની સુવિધા એસ.ટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. અંબાજી એસ.ટી ડેપોના ડેપો મેનેજર રઘુવીરસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓના સતત મોનીટરીંગ અને માઈક્રોપ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર, કંડકટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના કર્મચારીઓ મા અંબાના સેવાયજ્ઞમાં જોડાયા છે.

વિનામૂલ્ય મુસાફરી કરાવતા યાત્રિકોમાં ખુશી : આ બાબતે ચોક્કસ કહી શકાય કે યાત્રિકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે અનેક ભક્તો જે અંબાજી ખાતે આ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે ગરીબમાંથી ગરીબ પણ આ પરિઘમાં મહોત્સવમાં સહભાગી થઈ શકે તે માટે એસટી વિભાગની સરાહનીય કાર્ય જોવા મળ્યું હતું. વિનામૂલ્ય મુસાફરી કરી પરિક્રમા કરી વિનામૂલ્ય ભોજન મેળવી યાત્રિકો આનંદની લાગણી અનુભવતા જોવા મળ્યા હતાં.

  1. Banaskantha News : 51 શક્તિપીઠ મહોત્સવના બીજા દિવસે પાદુકા યાત્રા યોજાઇ
  2. Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની આજથી થઈ શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.