ETV Bharat / state

ભાભર થયું જળબંબાકાર : બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, છાતી સમાણા પાણી ભરાયા - Banaskantha Weather Update

બનાસકાંઠાના ભાભરમાં થોડાક જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેર બેટમાં ફેરવાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં છાતી સમાણાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી હતી. જુઓ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આંકડા...

ભાભર થયું જળબંબાકાર
ભાભર થયું જળબંબાકાર (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 1:43 PM IST

બે કલાકમાં ચાર ઇંચ વરસાદ , છાતી સમાણા પાણી ભરાયા (ETV Bharat Reporter)

બનાસકાંઠા : આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર, કાંકરેજ, દિયોદર અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાભરમાં આ સીઝનનો પ્રથમ વરસાદ પડતાં સાથે જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ખાડીયા વિસ્તાર લાઠી બજાર વાવ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા.

ખેડૂતોની મુશ્કેલી વધી : સોમવારે પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી ખેતરોમાં વાવેલા શાકભાજીમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બીજી તરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

વાવણીલાયક વરસાદની વાટ : બનાસકાંઠાનો સરહદી વાવ પંથક હજુ કોરોધાકોર જોવા મળી રહ્યો છે. વાવ પંથકમાં નહિવત વરસાદના પગલે ખેડૂતોએ હજુ વાવેતર કર્યું નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ભારે બફારો અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ખેડૂતો ખેતર ખેડી અને વરસાદની વાટ જોતા બેઠા છે. વાવણીલાયક વરસાદ પડતાની સાથે જ ચોમાસુ વાવણી શરુ થશે.

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : આજરોજ કાંકરેજ, દિયોદર, ભાભર અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદની સતત રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ભાભરમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સાર્વત્રિક વરસાદના આંકડા : બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીના સૌથી વધુ દાંતામાં 361 mm વરસાદ નોંધાયો છે. જ્યારે વાવમાં 81 mm, થરાદમાં 74 mm, ધાનેરામાં 65 mm, દાંતીવાડામાં 147 mm, અમીરગઢમાં 65 mm, વડગામમાં 140 mm, પાલનપુરમાં 133 mm, ડીસામાં 82 mm, દિયોદરમાં 104mm, ભાભરમાં 90 mm, કાંકરેજમાં 52 mm, લાખણીમાં 299 mm અને સુઈગામમાં 80 mm વરસાદ નોંધાયો છે.

  1. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના હાલ બેહાલ, શાળાઓ ડૂબી, વિદ્યાર્થીઓને હાલાકી
  2. બનાસકાંઠા લાખણીમાં મેઘતાંડવ : આઠ ઇંચ વરસાદ ખાબક્યો, ગલીઓમાં નદીઓ વહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.