પોરબંદર: જિલ્લામાં મેઘરાજ મન મૂકીને વરસી રહ્યા છે. પરિણામે જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી 27 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે આજે પણ ફરીથી વરસાદ શાંત ન રહેતા ધોધમાર વરસ્યો હતો. જેમાં પગલે મોત ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તેવા વિસ્તારોમાં લોકો પર સંકટના વાદળો ઘેરાયા છે તેવું પ્રતીત થાય છે. કારણકે માત્રા રસ્તાઓ પર જ નહીં પણ રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે પોરબંદરમાં આજે સવારે 6 થી સાંજે 4 સુધીમાં દોઢ ઇંચ રાણાવાવમાં સાડા ત્રણ ઇંચ અને કુતિયાણામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
નેતાઓ માત્ર આશ્વવાસન આપી રહ્યા છે: સ્થાનિકો દ્વારા ઘણીવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામ હાથ ધરવામાં આવ્યું નથી ને માત્ર આશ્વવાસન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તાર છાયામાં ભરાયેલા પાણીમાં લોકોની મુલાકાત લીધી હતી. જય તેમણે લોકોને જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં પાણી ઉતરી જશે પરંતુ સવારે કોઈ કામ ન થતા લોકો નિરાશ થયા હતા. ઉપરાંત આજે આખો દિવસ પાણીનો નિકાલ કઈ રીતે થશે તે અંગે અધિકારીઓને જાણ કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું હતું કે, લોકો પોતાના જેતે સ્થળાંતરની વ્યવસ્થા કરે કારણકે પાણી હજુ વધી શકે તેવી શક્યતાઓ છે.
"તંત્રમાં તાકાત હોય તો પાણીનો નિકાલ કરીને બતાવે": આમ લોકોની તમામ બાજુથી રાખેલી આશાઓ નિષ્ફળ અને નિવૃત્તિ થતાં ઉપરાંત ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા, નેતાઓ દ્વારા પણ કોઈ કામગીરી ન થતા લોકોએ તંત્ર અને રાજકીય લોકોનો પરનો વિશ્વાસ ગુમાવી બેઠા છે. અને જાતે જ પોતાની વ્યવસ્થા કરી હતી. છાયા વિસ્તારમાં રહેતા વિપુલભાઈ રૂઘાણીના પરિવાર અત્યંત મુશ્કેલીમાં મુકાયો હતો. તેમના માતા જયશ્રીબેન ચાલી ન શકતા હોવાથી ચાર દિવસથી ઘરમાં હતાં, તેમને રિક્ષામાં અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી. સમગ્ર બાબતે રોષે ભરાયેલ વિપુલભાઈએ જણાવ્યું હતું કે, જો તંત્રમાં તાકાત હોય તો પાણીનો નિકાલ કરીને બતાવે.
આભમાંથી આફત વરસી તેવી સ્થિતિ: આ મુદ્દે ભાજપના નેતા અર્જુન મોઢવાડીયાએ તમામ સ્થળો પર પાણી નિકાલની કામગીરી માટે પંપ મુકાયા છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આ મુશ્કેલીમાં તમામ પ્રકારની મદદ આપવાની વાત કરી છે, પરંતુ કોઈ કામગીરી ન થતા લોકો આભમાંથી આફત વરસી હોય તેવી સ્થિતિનો સામનો હાલ કરી રહયા છે.