અમદાવાદઃ પોલીસ રિકવરી અંગે ગુજરાત હાઇકોર્ટ સુનાવણી થઈ હતી. જેમાં એક વેપારી તરફથી હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા અને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે શું પોલીસ રિકવરી એજન્ટ છે? આ મામલે હાઇકોર્ટમાં આજે ડીવાયએસપી હાજર રહ્યા હતા.
આજે આ મુદ્દે હિયરિંગ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી ખુદ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા, ત્યારે હાઇકોર્ટે ડીવાયએસપી નીલમ ગોસ્વામીને પ્રશ્ન કર્યો હતો કે, શું તમે તમારું કામ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છો શું ? પોલીસને ખાલી રિકવરી જમા જ ઇન્ટરેસ છે.
હાઇકોર્ટે ટ્રાફિક સમસ્યા ઉપર પ્રશ્ન કરતા કહ્યું કે, પોલીસનું કામ લો એન્ડ ઓર્ડરનું છે આ રિકવરીના કેસ પોલીસનું કામ નથી. તમે બાવળા, ચાંગોદર રોડ પર ટ્રાફિક જુઓ, કેટલી સમસ્યા છે, એક તરફ તમારા કર્મચારીઓ સાઈડમાં ઊભા હોય છે. તે બાબતે તમે ખયાલ નથી રાખતા અને તલવાર અને ફાયર આર્મ્સ જેવી ઘટનાઓ પાછળ તમે જે શક્તિઓ વાપરો છો એની જગ્યાએ આ શક્તિઓનો ઉપયોગ ટ્રાફિકની સમસ્યાઓને લઈ કરો તો ટ્રાફિક ઓછો થાય.
આ મુદ્દે સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે, 21 લાખ મામલે જે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તે ડિસ્પોઝિટ કરી દેવામાં આવી છે. અમે ઉચ્ચ અધિકારીઓને આ અંગે નિર્દેશ પણ આપી દીધા છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખની છે કે, કોમર્શિયલ તકરારના પૈસાની ઉઘરાણીને લઇ એક વેપારીને પર અમદાવાદ જિલ્લાના બાવળા ચાંગોદર અને જેતપુર પોલીસ મથકમાંથી ફોન કરી ધમકી આપવામાં આવી હતી. જેતપુરમાં ભાગીદારીમાં એગ્રી બિઝનેસ કરતા વેપારીને છેલ્લા કેટલા સમયથી જુદા જુદા પોલીસ મથકોમાંથી ફોન આવતા હતા. પી.આઈથી લઈ ડીવાયએસપી સુધીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 21 લાખ રૂપિયાની ઉઘરાણી કરી ફરિયાદીને પૈસા આપી દેવા ધમકી અપાતી હોવાના આક્ષેપો હતા. પોલીસના ત્રાસથી હેરાન થઈને અરજદાર વેપારીએ અરજી હાઇકોર્ટમાં કરી હતી.