રાજકોટ: શહેર અને રાજ્યમાં કાયદાનો ડર ન હોય એમ ગુનેગારો હત્યા કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટમાં કેરમ રમવામાં થયેલી માથાકૂટે લોહિયાળ અંત આણ્યો હતો. જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારે વધુ એક હત્યાનો બનાવ રાજકોટમાં બન્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટમાં ચંદ્રેશનગર શેરી નંબર - 2 માં કમલેશ રાઠોડને "મારી પત્ની ક્યાં છે? તેમ કહી નિલેશ વાઘેલાએ ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ મિત્ર આશિષ ટાંક સાથે મળીને કમલેશ રાઠોડને માર માર્યો હતો અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.
2 શખ્સ પર યુવકની હત્યાનો આરોપ: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં ચંદ્રેશનગરમાં એક યુવાનની તેના જ મિત્રએ હત્યા કરી દેતાં ચકચાર મચી ગઇ હતી. ચંદ્રેશનગર શેરી નંબર 2 માં રહેતાં 24 વર્ષીય કમલેશ રાઠોડને મિત્ર નિલેશ વાઘેલા સાથે ઝઘડો થતા નિલેશે અને આશિષ ટાંકે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમના પર યુવકની હત્યા કરી હોવાનો આરોપ છે. 2 આરોપીઓએ કમલેશને માર માર્યો હતો. પીડિત બેભાન જેવો થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહી સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાનું ખુલ્યું: માલવિયાનગર પોલીસ ટીમ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેઓએ તપાસ શરૂ કરી હતી . જેમાં પ્રેમ પ્રકરણમાં ડખ્ખો થતાં આ હત્યા થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેથી પોલીસ હત્યા કરનાર બંને શખ્સોની ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે વધુમાં ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, ચંદ્રેશનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો.
સારવાર મળે તે પહેલા યુવકનું મોત: બંને શખ્સો દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો હતો. જેથી યુવાને સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. મૃતક કમલેશ ચામુંડાનગર વિસ્તારમાં રહે છે. આરોપી નિલેશ વાઘેલાની પત્ની 5 મહિનાથી રિસામણે હતી જેની મૃતક કમલેશને ખબર હતી કે આરોપીની પત્ની ક્યાં છે જે જાણવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં આ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 2 આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: