અમરેલી: જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો રાત્રિના સમયે પણ કામ કરે છે. મહત્વની વાત એ છે કે ગામડાઓમાં રાત્રિના સમયે વીજ પાવર આવવાથી ખેડૂતો રાત્રિના સમયે કામ કરવા મજબૂર થયા છે. પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામ અને માનરડી ગામના ખેડૂતોને આ સમસ્યા નડતી નથી. અહીંના 75 ખેડૂતોએ સોલાર પેનલ લગાવી છે.
મેન્ટેનન્સ ખર્ચ ઝીરો: આ ગામના ખેડૂતોના ઘરે પાંચ વર્ષથી વીજળીના બીલ આવ્યા નથી. પરતું તેનાથી ઊંધું તેમને વીજ પાવર જનરેટ દ્વારા ઉત્પન થતી વીજળીનું વપરાશમાં ન આવત વળતર પણ મળે છે. ખેડૂતોના જનવય અનુસાર તેમને 5,000 થી 25,000 સુધી વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. આમ ખેડૂતોને ન માત્ર ફાયદો થયો છે પણ સાથે સાથે આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે. ઉપરાંત તમામ ખેડૂતોને મેન્ટેનન્સ ખર્ચ ઝીરો થાય છે જેથી ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે.
ખેડૂતોને મોટો ફાયદો: 39 વર્ષીય ભનુભાઈ બચુભાઇ વસોયાએ ગ્રેડયુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પાસે 35 વિધા જમીન છે. આ જમીનમાં તેમને સોલાર પાવર પ્લાન્ટ નાખ્યો છે. તેઓ જણાવે છે કે, સોલર પાવર પ્લાન્ટ લગાવવાથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. દિવસ દરમિયાન ખેડૂતોને વીજ પાવર મળી રહે છે. ખેડૂતોને રાત્રિના સમયે કોઈ પણ કામ કરવું પડતું નથી અને દિવસ દરમિયાન તમામ કામ થઈ જાય છે.
સોલર પેનલના કારણે ખેડૂતોને આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. સૌથી સરસ વાત એ છે કે, જો વધુ વીજ પાવર જનરેટ થાય તો તેનું વળતર પણ ખેડૂતોને ચૂકવવામાં આવે છે. પરિણામે સોલાર સિસ્ટમ એ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે.
60% રકમ સરકારની સબસીડી: રમેશભાઈ માને છે કે સરકાર દ્વારા ખેડૂતોને દિવસે લાઈટ મળે તેવું હોવું જોઈએ. તેઓ જણાવે છે કે, સૂર્ય શક્તિ કિસાન યોજના પાયલોટ પ્રોજેક્ટ મારા ગામમાં આવી છે અને હજુ બજા ખેડૂત આ યોજનાનો લાભ લે. સરકાર 73 ખેડૂતોને આ યોજનાનો લાભ અપાવે. આ યોજનામાં ખેડૂતોને દિવસે લાઈટ પૂરતા પ્રમાણમાં અને પુરા વોલ્ટેજથી મળી રહે છે. જેમાં 60% રકમ સરકારની સબસીડી અને 40% રકમ ખેડૂતોને ભરવાના હોય છે. તેમ પણ 5 % રકમ ખેડૂતોએ રોકડા ભરી અને 35% રકમની સરકાર દ્વારા લોન કરી આપવામાં આવે છે. જેમ જેમ વીજળી ઉત્પન્ન થતી અને વધતી જાય તેમ વીજળીના સરકારને પૈસા વળતા જાય છે. એમાં ખેડૂતોને મોટો ફાયદો એ કે દિવસે લાઈટ મળે છે. પુરા વોલ્ટેજ લાઈટ મળે છે જેથી મોટર નથી બળતી તેમજ સ્ટાર્ટર નથી ખરાબ થતા. ઉપરાંત મેન્ટેનન્સ ખર્ચ શૂન્ય આવે છે. છે. નાની માડરડી ગામના કેટલાક ખેડૂતોને 5 વર્ષથી વીજળીના બિલ આવ્યા નથી.
વળતર પેટે ચેક આપે છે PGVCL: વધુમાં જણાવતા તેમને કહ્યું કે, જેનું વધુ પ્રમાણમાં વીજ વપરાશ હોઈ તેને થોડું બિલ આવતું હોઈ છે, પરંતુ હજુ સુધી કોઈને બિલ આવ્યા નથી. વીજ પાવરનો વપરાશ બંધ હોઈ પરંતુ વીજ જનરેશન ઉત્પાદન શરૂ હોય છે, જેમાં બિલ આવતા નથી. ઉપરાંત અનેક ખેડૂતને 5,000 થી 25,000 સુધી વર્ષે વળતર પેટે ચેક પણ PGVCL દ્વારા આપવામાં આવે છે. જેથી ખુબ જ ફાયદો થાય છે.
આ પ્રોજેક્ટથી ખેડૂતને દિવસ દરમિયાન પાવર મળે છે. પરિણામે રાત્રિના સમયે કામ કરવું પડતુ નથી. પહેલા રાત્રિના સમયે કામ કરતા હતા, ત્યારે આ વિસ્તારમાં સિંહ, દીપડા તેમજ અન્ય જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આખરે પાક ઉત્પાદનમાં ઘટાડો થતો હતો. જે હાલના તબક્કે થતું નથી. જેથી હાલ ખેડૂતને ખુબ જ મોટો ફાયદો થાય છે.
આ પણ વાંચો: