અમરેલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાને આજ રોજ બપોરે 1:45 વાગ્યે અમરેલી જિલ્લાના દુધાળામાં બનાવવામાં આવેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતુ. ત્યારબાદ તેઓએ લાઠીમાં 4800 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ દુધાળામાં નારણ સરોવર અને હેતની હવેલીની મુલાકાત લેશે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોમામાં પહોંચી ગયા છે.
લાઠીના દુધાળા ખાતે ભારત માતા સરોવરના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જનસભાને કરશે સંબોધન કરશે. જે માટે જનસભા સ્થળે માનવમેદની ઉમટી પડી છે. તમને જણાવી દઈએ કે, અમરેલીના લાઠી ખાતે મુખ્યમંત્રી તેમજ અન્ય પદાધિકારીઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ટૂંક સમયમાં વડાપ્રધાન પણ પહોંચી ગયા હતા.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવલીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરીયા લાઠી સભા સ્થળે વીજીટ કરી છે. આમ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને બોટાદ ઉપરાંત કચ્છ જિલ્લાને અંદાજે રૂપિયા 4800 કરોડથી વધુના ખર્ચે 1600 જેટલાં વિકાસ કાર્યોની ભેટ મળશે.
આ પણ વાંચો: