ETV Bharat / state

સાસુની હત્યાનો આરોપી જમાઈ ઝડપાયો: 200 પોલીસ કર્મી અને 14 અલગ અલગ ટીમોએ કર્યો હત્યાનો પર્દાફાશ - MURDER CASE

જમાઈએ પોતાની સાસુની નિર્મમ હત્યા કરી હોવાની ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો, જાણો સંપૂર્ણ ઘટના વિશે.

સાસુની હત્યાનો આરોપી જમાઈ ઝડપાયો
સાસુની હત્યાનો આરોપી જમાઈ ઝડપાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 4:24 PM IST

અમરેલી: જર, જમીન ને જોરૂ કજીયાના છોરું આવી ગુજરાતીમાં કહેવત છે, 'ને તેને સત્યમાં ફેરવતો કેસ સામે આવ્યો છે. જે કેસ અનુસાર પોતાની પત્ની ફરી પાછી પિયરમાં રોકાઈ જશે અને પોતાની સાસુ ઘર-સંસાર ચાલવા નહીં દે, તેવા કારણોસર જમાઈએ પોતાની સાસુની નિર્મમ હત્યા કરી હોવાની ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો.

આ કેસનો પર્દાફાશ કરવા 200 પોલીસ કર્મચારી-અધિકારી અને 14 અલગ અલગ ટીમ દ્વારા હત્યારા જમાઈને પકડવામાં અમરેલી પોલીસને સફળતા મળી હતી. તમને જણાવી દઈએ કે, એક અઠવાડિયામાં પોલીસે એક સીસીટીવીને આધારે આખી હત્યાની ગુથ્થીનો ઉકેલ લાવી દીધો હતો. આ કેસ અંતર્ગત કેમ જમાઈએ જ સાસુની કરી હતી, આ સંપૂર્ણ ઘટના અંગે અમરેલી એસપી હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને હત્યારા જમાઈને મીડિયા સમક્ષ લાવ્યા હતા.

200 પોલીસ કર્મી અને 14 અલગ અલગ ટીમે કર્યો હત્યાનો પર્દાફાશ (Etv Bharat Gujarat)

શું છે સંપૂર્ણ ઘટના: ગત તારીખ 28 નવેમ્બરે અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતા અને નિવૃત્ત શિક્ષકના ધર્મપત્ની પ્રભાબેન તેરૈયાની પોતાના ચિતલના જસવંતગઢ ગામે રહેણાંકી મકાનમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગેની માહિતી જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ઉપરાંત આ કેસ ઉકેલવો કેવી રીતે તે પ્રશ્ન હતો. કારણ કે નાના એવા ગામડાઓમાં સીસીટીવી પણ વધુ હોતા નથી. જોકે કેસનું ગૂંચળું ઉકેલવા અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામની છેવાડેના મકાનમાં રહેતા હોવાની બાતમીના આધારે પોલીસને હત્યા કોણે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મૃતક પ્રભાબેન તેરૈયાનો હત્યારો: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો નયન જોશી જે પ્રભાબેન તેરૈયાનો જમાઈ છે તેના સુધી પોલીસ કેવી રીતે પહોંચી તે પણ રસપ્રદ બાબત છે. પોલીસ તપાસમાં સામે આવ્યા પ્રમાણે, 11 વર્ષના લગ્ન સંસારમાં પત્ની સાથે મનદુઃખ થતા પત્ની અવારનવાર પિયરમાં આવી જતી હતી. જેમાં સાસુ પ્રભાબેન તેનો સહકાર આપતી હતી. આ વાતથી નારાજ જમાઈ નયન જોશીએ હત્યાનું એક ષડયંત્ર યોજ્યું હતું. આરોપી 28 નવેમ્બરે જસવંતગઢ આવ્યો અને પોતાની વાડીમાં શેરડી કાપવાનું ધારીયું લઈને બાઇક મારફતે સાસુ પ્રભાબેન તેરૈયાની આગળ પાછળ ગળાના ભાગે ધારિયાથી ઘા મારીને હત્યા કરીને બાઇક પર નાસી છૂટ્યો હતો.

પ્રિ-પ્લાન્ડ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલ્યો: પોલીસે આ હત્યારાને શોધવા આકાશ પાતાળ એક કર્યા 'ને અનેક સોર્સ અને સરવલેન્સ દ્વારા 14 ટીમ બનાવી. જિલ્લાના ચુનંદા 200 પોલીસની ટીમ બનાવીને અલગ અલગ એન્ગલ વડે તપાસ કરતા એક બાઇકમાં યુવક થેલી લઈને નીકળતો જોવા મળ્યો. પોલીસે તે અંગે ઝીણવટ ભરી તપાસ કરતા રાંઢીયા ગામે પણ સીસીટીવીમાં આ હત્યારો હોવાની શંકાના આધારે આગળ તપાસ કરી. શંકા વધુ દ્રઢ ત્યારે બની જ્યારે બાઇકના આધારે પોલીસે તપાસ કરતા આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસણા વખતે જોવા મળી, જે બાબત પોલીસે ધ્યાને લીધી. આ બાઇક અંગે તપાસ કરતા જમાઈ નયન જોશીની બાઇક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નયન જોશીની અટકાયત કરી ઉલટ તપાસ કરતા આખી હત્યાનો પર્દાફાશ થયો હતો. અમરેલી એસપી હિમકરસિંહે મીડિયા સમક્ષ આરોપી નયન જોશીને લાવીને પ્રેસ કોન્ફરન્સ યોજી જમાઈના હાથે થયેલી સાસુની હત્યા પરથી પરદો ઊંચકયો હતો.

પોતાની જ સાસુની હત્યા કરીને પરિવાર સાથે સાંત્વાના આપતા હત્યાના આરોપી જમાઈને પોલીસે પકડીને શેરડી કાપવાનું ધારીયું કે જેના દ્વારા હત્યા થઈ હતી તેને પણ કબ્જે લીધું હતું. ઉપરાંત જે બાઇક મારફતે ઘટના બની તેણે પણ કબજે લઈને નયન જોશી સામે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. તપાસમાં સાસુની હત્યા ખુદ જમાઈએ જ કરી હોવાનું સત્ય બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. આમ, પોલીસે એક પ્રિ-પ્લાન્ડ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.

આ પણ વાંચો:

  1. "ઝોલાછાપ ડૉક્ટર"ના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ: બોગસ ડિગ્રી આપી બનાવ્યા 1200 થી વધુ ડૉક્ટર
  2. જામનગર એરપોર્ટ પર બોમ્બ ? સુરક્ષા ટીમે સતર્કતા દાખવતા મોકડ્રીલ યોજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.