ETV Bharat / state

સ્વચ્છ સર્વેક્ષણ 2024 માટે તૈયારીઓ શરૂ કરાશે, ઉત્પતિ સ્થળે કચરો પ્રોસેસ કરી પીરાણાનું ભારણ ઓછું કરાશે - SWACHH SARVEKSHAN 2024

AMC દ્વારા વર્ષ 2024ના સ્વચ્છ સર્વેક્ષણ માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. શહેરને સારો ક્રમાંક મળી રહે તે માટે ઝોન વાઈઝ આ કામગીરી શરૂ કરવામાં આવશે.

AMC ઓફિસ
AMC ઓફિસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 1:21 PM IST

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે વર્ષ 2024માં થનાર સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને સારો ક્રમાંક મળી રહે તે માટે કામગીરી શરૂ કરવામાં આવશે. ઝોન વાઇઝ સઘન ચેકિંગ કરવામાં આવશે અને સીટી પ્રોફાઈલ લોકેશન પર પણ ચેકિંગ કરવામાં આવશે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે "વર્ષ 2024નું સ્વચ્છ સર્વેક્ષણ ટૂંક સમયમાં થનાર છે ત્યારે શહેરને સારો ક્રમાંક મળી રહે અને સ્વચ્છતાના ધોરણો વધુ સારા બને તે માટે સીટી પ્રોફાઈલ એરિયામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે".

સ્વચ્છ સર્વેક્ષણ 2024 (Etv Bharat Gujarat)

એક્સપર્ટ એજન્સીને કામ સોપાયું: તમને જણાવી દઇએ કે હાલમાં ચાલી રહેલાં SBM 2.0માં ચાલુ વર્ષનાં સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ભારતભરના 4800થી વધારે શહેરોનું એસેસમેન્ટ કરવામાં આવશે. જે અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2024નું અમદાવાદ શહેરનું આ એસેસમેન્ટ ટૂંક સમયમાં જ શરૂ થનાર છે. એસેસમેન્ટ સમયે પૂરા માર્ક્સ મળે તે માટે દરેક એરીયાઓનું મોક એસેસમેન્ટ અને એનાલિસીસ કરાશે તેમજ તેમાં જણાવામાં આવેલી સમસ્યાઓનું નિરાકરણ મેળવવા માટેની કામગીરી એક્સપર્ટ એજન્સીને સોંપવામાં આવી છે. આ એજન્સીની ટીમો શહેરના 7 ઝોનનાં તમામ 48 વોર્ડમાં સિટી પ્રોફાઇલ એરીયાઓનું રૂબરૂ સ્થળ વીઝીટ કરી મુલાકાત લઈ એસેસમેન્ટ કરશે.

મેનેજમેન્ટ કરી પીરાણાનું ભારણ ઓછું કરાશે: અત્યારે આજ કમિટીમાં વધુ એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પ્રમાણે અમદાવાદમાં ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીનો તથા વેસ્ટ ટુ બાયોગેસ પ્લાન્ટ પર બેસ્ટ પ્રેકટીસીસ તરીકે કાર્યરત કરવામાં આવશે. શહેરમાં ઉત્પન્ન થતાં ઘન કચરાનાં પ્રોસેસિંગ માટે વિવિધ લોકેશનો પર ડી-સેન્ટ્રલાઈઝ ધોરણનાં ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીનો તથા વેસ્ટ ટુ બાયોગેસ પ્લાન્ટ પર બેસ્ટ પ્રેકટીસીસ તરીકે કાર્યરત કરવામાં આવશે. આ મામલે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, "આ પ્રક્રિયાથી જે તે કચરો ઉત્પત્તિ સ્થળે જ પ્રોસેસિંગ થાય અને પીરાણામાં તેનું ભારણ ઘટે તે પ્રકારનું કામ કરવામાં આવશે."

કચરામાંથી પ્રોસેસ કરી ખાતર બનાવાશે: ત્યારે તમને જણાવી દઈએ કે શહેરમાં વધારે માત્રામાં કચરો ઉત્પન્ન કરતી મોટી સોસાયટીઓ, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, હોટલો, શૈક્ષણિક સંસ્થાનો જેવી જગ્યાઓ ઉપર ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીનો લગાડવામાં આવશે. સાથે સાથે આ મશીનો થકી ઘન કચરાને તેનાં ઉત્પતિ સ્થાન પર જ પ્રોસેસિંગ કરી ખાતર બનાવી શકાશે. શહેરના કચરાને રીસાયકલ કરી પીરાણા લેન્ડફીલ સાઇટ પર જતાં કચરાનું ભારણ ઘટાડી શકાશે.

આ પણ વાંચો:

  1. આજે ચૂંટણી પંચ કરી શકે છે અગત્યની જાહેરાત, જૂનાગઢમાં એક વર્ષથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી થવાની શક્યતા નહિવત
  2. 'નકલી ઘી, ભેળસેળ વાળો માવો હોય કે ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને છોડાશે નહીં' - ઋષિકેશ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.