વલસાડ: ધરમપુરમાં આજે AICCના સેક્રેટરી અને જોઈન્ટ ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉષાબેન નાયડુ અને લોકસભા કોર્ડીનેટર પી.ડી વસાવા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો સાથે એક વિશેષ બેઠક યોજી ભારત જોડો યાત્રા અને આગામી ચૂંટણી અંગે દરેક બેઠક બાબતે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં માર્ચ 5થી 7 તારીખ સુધીમાં બેઠક વલસાડ પહોંચશે. વાંસદામાં રાહુલ ગાંધીની સભા પણ યોજાય એવી સંભાવના વ્યક્ત છે.
આદિવાસી બેલ્ટમાં ભારત જોડો ન્યાય યાત્રા ફરશે જે રાજસ્થાનથી ગુજરાત દાહોદ, ગોધરા, બોડેલી, ગરુડેશ્વર, વાંસદા અને ડાંગ પહોંચશે. વાંસદા ખાતે રાહુલ ગાંધીની સભા પણ યોજાઈ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આદિવાસી સમાજના સ્થાનિક મુદ્દાઓને કોંગ્રેસ વાચા આપશે.
લોકસભા બેઠક માટે ઉમેદવાર ટૂંક સમયમાં જ જાહેર કરાશે
AICCના સેક્રેટરી અને ગુજરાતના જોઈન્ટ ઇન્ચાર્જ ગુજરાત કોંગ્રેસ સમિતિ ઉષા બેને જણાવ્યું હતું કે વલસાડ ડાંગ બેઠક માટે ઉમેદવારની ચયન પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. પ્રદેશ ઇલેક્શન કમિટીની બે વાર મિટિંગ થઈ ચૂકી છે. એક પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ફરી 8 તારીખના રોજ દિલ્હી ખાતે સ્ક્રીનીંગ કમિટીની વિશેષ બેઠક છે. જેને લઈ કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરશે.
ઉષાબેન નાયડુએ જણાવ્યું હતું કે ભાજપ સરકારને જ્યારે પણ જનતા સહયોગ ન કરે એવા સમયે ભાજપ સરકાર ડરી જાય છે. જનતા જ્યારે તેમને સહયોગ નથી કરતી તો ED અને CBI જેવી એજન્સીઓને આગળ ધરી દેતી હોય છે. રાહુલ ગાંધીએ 5 ન્યાયના મુદ્દા સાથે ભારત જોડો યાત્રા શરૂ કરી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે જનતા સહયોગ કરશે.
કાર્યકર્તાઓને વલસાડ લોકસભા બેઠક જીતવા આહવાન કર્યું
AICC ના સહ ઇન્ચાર્જ ઉષાબેન નાયડુએ કાર્યકર્તાઓને લગતા પ્રશ્નો જાણી લોક સમસ્યાને વધુ વાચા આપીને આગામી ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. ડાંગમાં ભારત જોડો યાત્રા આવશે તે અંગે તૈયારીના ભાગ રૂપે કાર્યકર્તાઓને રૂપરેખા આપવામાં આવી હતી.