અમદાવાદ: આજના સમયમાં લોકો જાણે જીવદયાને ભુલી ગયા હોય તેવું વર્તાય રહ્યું છે. અત્યારનો સમય ખુબ જ સ્વાર્થભર્યો થયો ગયો છે. આજની ભાગદોડ ભર્યા સમયમાં જ્યારે ભાઈ પણ ભાઈની મદદે આવતો નથી. તેવા સમયમાં પણ અમદાવાદનો આ યુવક નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. મૂળ અમદાવાદનો આ વ્યક્તિ જેનું નામ આકાશ દંતાણી છે. હાલ તો તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રીક્ષા ચલાવે છે, પણ તેનું મૂળ કામ અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકોની મદદ કરવાનું છે.
આકાશે 14 વર્ષની ઉમરે એક બાળકનો જીવ બચાવ્યો હતો: આકાશ દંતાણી ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું છે કે તેઓ જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમણે સાબરમતી નદી પર એક બાળકનો જીવ બચાવ્યો હતો. તે ઘટના આજે પણ તેમને યાદ છે. જ્યારે અમદાવાદમાં રીવરફ્રન્ટ નતું બન્યું ત્યારથી જ તેઓ લોકોનો જીવ બચાવી રહ્યા છે.
અત્યાર સુધી 200 થી વધુ લોકોનું જીવન બચાવ્યું: અત્યાર સુધીમાં અમદાવાદની સાબરમતી નદીમાં ડૂબી રહેલા 200 થી વધુ લોકોના જીવ આકાશભાઈ બચાવી ચૂક્યા છે. ઘણા ખરા કિસ્સાઓ એવા પણ છે જેમાં એમણે અમદાવાદ પોલીસની સાથે રહીને તપાસમાં મદદ પણ કરી છે. આ ઉપરાંત સેન્ટ્રલ એજન્સીનો કેસ હોય કે પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો અનડિટેક્ટ કેસ, જ્યારે પણ કોઈપણ કેસની તપાસ સાબરમતી નદી સુધી પહોંચે ત્યારે સૌથી પહેલા પોલીસ પ્રશાસનને પણ આકાશ દંતાણીનું નામ યાદ આવે છે.
આકાશ દંતાણીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, 'તેઓ પરિવાર સાથે એલીસબ્રીજ રીવરફ્રન્ટ પાસે ભાડાના મકાનમાં રહે છે. રીવરફ્રન્ટ પર ઘણી જગ્યાએ મારો પણ નંબર છે અને ફાયર બ્રિગેડવાળા, યોર ફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડ બધા પાસે મારો નંબર છે લોકોની કોઈ કીમતી વસ્તુ નદીની અંદર પડી હોય અને તે મને ફોન કરે એટલે તરત જ હું ત્યાં પહોંચીને તેમની વસ્તુ નીકાળી આપુ છું"
આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પહેલું કામ સેવાનું: આકાશભાઈના પરિવારમાં બે ભાઈ, પત્ની અને એક પુત્ર છે અને ઓટોરિક્ષા ચલાવીને ઘરનું ગુજરાત ચલાવે છે. તેઓ જણાવે છે કે દિવસના 200 થી 300 રૂપિયા કમાય છે તેનાથી ઘર ચલાવવું મુશ્કેલ તો બને છે પરંતુ શું કરી શકાય?"
વધુમાં આકાશભાઈ જણાવે છે, "હું ભણેલો નથી જેથી મારી પાસે સારી રોજગારી નથી, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે, જો કોર્પોરેશન કે સરકાર મને આજ કામ માટે નોકરી પર રાખી લે, તો મારા માટે સારું થાય. પરંતુ કોર્પોરેશન કે સરકાર દ્વારા કોઈ તક હજુ સુધી મને આપવામાં આવી નથી.”
આ પણ વાંચો: