ETV Bharat / state

વાલીઓ માટે માઠા સમાચાર : સ્કૂલ વાન-રીક્ષાના ભાડામાં વધારો ઝીંકાયો - School van rickshaw fares

સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાના ભાડામાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી ત્રણ વર્ષે ભાવ વધારો કરવામાં આવ્યો છે.

સ્કૂલ વર્ધી એસોસિએશન
સ્કૂલ વર્ધી એસોસિએશન (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 1:42 PM IST

સ્કૂલ વાન-રીક્ષાના ભાડામાં વધારો ઝીંકાયો (ETV Bharat Reporter)

અમદાવાદ : 13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે વર્ધી એસોસિએશન દ્વારા આ વર્ષથી સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. RTO માં પાસીંગ ખર્ચનો બોજો, ઇન્સ્યોરન્સ અને પરમીટ સહિતના ખર્ચને લઇને ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

શાળા જવાનું ભાડું વધશે : સ્કૂલ વાન અને રીક્ષાચાલકો સામે RTO દ્વારા લાલ આંખ કરી કડકપણે નિયમોનું પાલન કરવા જાહેરાત કરવામાં આવી છે. જેથી અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા થઈ તે અનુસાર RTO નિયમોને લઈને 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે. જેથી સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

  • એક કિમી દીઠ રિક્ષામાં 100 રૂપિયા અને વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
સ્કૂલ રીક્ષા સ્કૂલ વાન
1 કિમીરુ. 750રુ. 1200
2 કિમીરુ. 850રુ. 1400
3 કિમીરુ. 950રુ. 1600
4 કિમીરુ. 1050રુ. 1800
5 કિમીરુ. 1150રુ. 2000

નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ : સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી અમે ભાડા વધારો કર્યો નહતો. પરંતુ આ વર્ષે પસિંગ સહિતના ખર્ચ વધ્યા, ઉપરાંત મોંઘવારી વધી છે. જેને ધ્યાનમાં રાખીને અમે ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં એક કિમી દીઠ રિક્ષામાં 100 રૂપિયા જ્યારે વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થશે.

શા માટે ભાડું વધ્યું ? દર ત્રણ વર્ષે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતો હતો. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ દરમિયાન CNG, પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થાય છતાં સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતો નથી. સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે અમદાવાદના 15 હજાર અને રાજ્યના 80 હજાર જેટલા વાન અને રીક્ષાચાલકો જોડાયેલા છે.

  1. ગુજરાતમાં આજથી ચોમાસાનો પ્રારંભ, દક્ષિણ ગુજરાતથી મેઘરાજા કરી પધરામણી
  2. દિવ્યાંગો માટે ST બસમાં લગાવવામાં આવશે બ્રેઈલ લિપિમાં લખેલા સ્ટીકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.