અમદાવાદઃ હવે ઉત્તરાયણમાં પતંગો ચગશે અને તેમાં વપરાતી દોરીથી લોકો પેચ કાપવાાની મોજ માણશે, પણ આ માટે કોઈનો જીવ જાય તેનું કારણ કેમ બનવું? તે સવાલ ચાઈનીઝ દોરીના કાળાબજારીયાઓ કે તેના ગ્રાહકો પોતાના અંતર આત્માને પુછતા નથી અને તેના પરિણામમાં કોઈનું સ્વજન લોહીના ખાબોચિયામાં તરફડીને મૃત્યુને ભેટે છે. આવી જ ઘટનાઓથી દુઃખી થતા પોલીસ પણ આવા કાળાબજાર કરતા શખ્સો અને ગ્રાહકો સામે કડક પગલા લે છે. હાલમાં અમદાવાદ પોલીસે આવા ચાઈનીઝ દોરીના જથ્થા સાથે શખ્સોને ઝડપી પાડ્યા છે. જોકે આપ ઉત્તરાયણના તહેવારને લઈને પોતાની સતર્કતા જરૂર રાખજો.
પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. દરમિયાન પોલીસને માહિતી મળી હતી જે પ્રણે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત દોરીના ટેલર નંગ 74 જેની બજાર કિંમત 37000 જેટલી થાય છે તેના સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે દોરીના જથ્થા સાથે મહંમદ આકીબ મહંમદ આરીફ ગુલામ અહેમદ (ઉં. 18) જે વેજલપુરના યશ કોમ્પલેક્ષમાં રહે છે અને સલમાન ઉર્પે સલ્લુ અસ્લમખાન પઠાણ (ઉં. 20) જે વટવાના ખ્વાજાનગરમાં આવેલી આકૃતિ ટાઉનશીપમાં રહે છે તે બંનેની ધરપકડ કરી છે. આ કામગીરીમાં પીએસઆઈ વાય પી જાડેજા, અ.હે. કો. નસરુલ્લાખાન હબીબખાન, અજીતસિંહ પ્રભાતસિંહ, હિતેન્દ્રસિંહ ફતેસિંહ અને પો. કો. ઈરફાન કાસમભાઈએ કામગીરી કરીને શખ્સોને દબોચ્યા છે.