અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હર્ષોલાસથી હોળીની ઉજવણી શરૂ થઇ ચુકી છે. નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈ ધૂળેટીના રંગમાં રંગાઈ રહ્યા છે. ત્યારે શહેરના પોશ વિસ્તારમાં આવેલા કર્ણાવતી ક્લબ ધૂળેટીના પર્વની ઉજવણી એકત્ર થયા છે અને સવારથી જ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યાં છે.
સાબુના ફીણનો પણ હોળી રમવામાં ઉપયોગ: કર્ણાવતી ક્લબ ખાતે હર્બલ અને નેચરલ રંગોથી પર્વની ઉજવણી થઇ રહી છે. તદુપરાંત જૂના સમયમાં કાદવ કિચડમાં હોળી રમવાની એક અલગ મજા હતી કરવામાં આવી છે. તે ઉપરાંત સાબુના ફીણનો પણ હોળી રમવામાં ઉપયોગ થઈ રહ્યો છે. સાથે ડીજેના તાલે ક્યાક ડાન્સ તો ક્યાક લોકો ગરબા રમી રહ્યાં છે.
પાર્ટી પ્લોટમાં ધુળેટી રમવાનું કલ્ચર: છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરમાં પણ પાર્ટી પ્લોટમાં ધુળેટી રમવાનું કલ્ચર શરૂ થયું છે. અમદાવાદ શહેરમાં ધૂળેટી રમવા બહારગામથી પણ લોકો આવતા હોય છે. જેમાં કર્ણાવતી ક્લબમાં યોજાયેલ ધૂળેટી પર્વના કાર્યક્રમમાં અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી પણ પોતાના પરિવાર સાથે ધુળેટીનો કાર્યક્રમ ઉજવવા લોકો અમદાવાદ ખાતે પહોચ્યા છે. નેચરલ કલર સહિત આનંદના રંગમાં પણ લોકો રંગાઈ જવા ઉત્સુક છે.
અમદાવાદ શહેરની બજારોમાં વેચાતી મોટાભાગની પિચકારી ચાઈના અને દિલ્હીથી મગાવવામાં આવે છે. શહેરના સિઝનલ બજારોના વેપારીઓએ જથ્થાબંધ પિચકારીની ખરીદી શરૂ કરી દીધી છે. ધૂળેટીના તહેવારની નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના સહુ કોઈ અનેરા ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.