ETV Bharat / state

ગુજરાત વિદ્યાપીઠનો 105મો સ્થાપના દિવસ: પહેલી વાર સ્વતંત્ર રીતે કરાઈ સ્થાપના દિવસની ઉજવણી - FOUNDATION DAY OF GUJARAT VIDYAPITH

આજે મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનો 105મો સ્થાપના દિવસ છે. જેની સૌ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાત વિદ્યાપીઠના 05માં સ્થાપના દિવસની ઉજવણી
ગુજરાત વિદ્યાપીઠના 05માં સ્થાપના દિવસની ઉજવણી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 7:42 PM IST

અમદાવાદ: મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત કરેલી ગુજરાત વિધાપીઠના 105માં સ્થાપના દિવસની ઉજવણી રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, મંડળના ટ્રસ્ટીઓ, સેવકો, વિધાર્થીઓ સહિત ગાંધીજનોની ઉપસ્થિતિમાં તારીખ 18 અને 19 ઓકટોબર એમ બે દિવસ કરવામાં આવશે.

ગુજરાત વિદ્યાપીઠના 05માં સ્થાપના દિવસની ઉજવણી
ગુજરાત વિદ્યાપીઠના 05માં સ્થાપના દિવસની ઉજવણી (ETV Bharat Gujarat)

105 વર્ષમાં પહેલી વાર સ્વતંત્ર રીતે સ્થાપના દિવસની ઉજવણી: વિદ્યાપીઠના 105માં સ્થાપના દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોની માહિતી આપતા કુલસચિવ ડો. નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે, 'અગાઉ સ્થાપના દિવસ અને પદવીદાન બંને કાર્યક્રમો 18 ઓકટોબરે યોજાતા હતા. ગુજરાત વિધાપીઠના ઈતિહાસમાં પહેલી વાર સ્થાપના દિવસની સ્વતંત્ર રીતે ઉજવણી કરવામાં આવી છે.'

ધ્વજવંદન સાથે ધ્યેયના પ્રતિજ્ઞાવાંચનથી કાર્યક્રમની શરૂઆત: સવારે 8 વાગે ઐતિહાસિક પ્રાણજીવન વિધાર્થી ભવનમાં કુલપતિ ડો. હર્ષદ પટેલના હસ્તે ધ્વજવંદન સાથે ધ્યેયોનું પ્રતિજ્ઞાવાંચન કરવામાં આવ્યું હતું. તેમજ ગૂજરાત વિધાપીઠના એક સૈકાથી વધુના સામાજિક દાયિત્વ વિશે વિધાપીઠ મંડળના સભ્યયો અવલોકનો રજૂ કરવામાં આવ્યા હતા.

19 ઓક્ટોબરના સમાપન યોજાશે: વધુમાં તમને જણાવી દઈએ કે આ સ્થાપના દિવસનો સમાપન સમારોહ તારીખ 19 ઓકટોબરે સવારે રાજ્યપાલ અને ગુજરાત વિધાપીઠ કુલાધિપતિ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાપીઠના મોરારજી દેસાઈ મંડપમમાં કરવામાં આવશે જ્યાં ગૂજરાત વિદ્યાપીઠ વેબસાઈટ,વિભાગ માર્ગદર્શિકા, પદયાત્રા માર્ગદર્શિકા, ગૂજરાત વિધાપીઠ મંડળ સભ્ય પરિચય પુસ્તિકા, સાબરમતી સામયિક,સંવાદિતા પુસ્તક શ્રેણીનું વિમોચન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલ આગામી 21 થી 26 ઓકટોબર દરમિયાન યોજાનારી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની ટુકડીને પ્રસ્થાન કરાવશે.

આ પણ વાંચો:

  1. 'વન વિભાગના અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરે છે' ઇકોઝોનના વિરોધ વચ્ચે હર્ષદ રીબડીયાનું ચોકાવનારું નિવેદન
  2. ઉપલેટામાં આહિર સમાજ દ્વારા ઉજવાયો શરદોત્સવ! મહિલાઓએ પરંપરાગત પહેરવેશમાં રમ્યા મહારાસ રમત, સૌ થયા મંત્રમુગ્ધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.