અમદાવાદઃ શહેરના પોશ એરિયા પૈકીના એક એવા પ્રહલાદનગરની એક ઈમારતમાં આગ અકસ્માતની ઘટના ઘટી છે. આ ઈમારતના 9મા માળે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટે કોલ મળતા જ સત્વરે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ કુલ 64 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે.
પેટ્રોલપંપની નજીક આગ અકસ્માતઃ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાસે આવેલી ઈમારતના નવમા માળે આગ લાગી હતી. આગની ઘટનાને લીધે ઘડીભરનો નાસભાગ મચી જવા પામી હતી. આગ અકસ્માતની જાણ સત્વરે ફાચર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી શરુ કરી હતી. જેમાં પ્રથમ આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
64 લોકોનું રેસ્ક્યુઃ આ આગ અકસ્માતને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પૂરજોશમાં રાહત કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાને સંદર્ભે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગના કારણની તપાસ કરી તો આગ એસીના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું છે. આ આગ અકસ્માતમાંથી ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ કુલ 64 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે.
ઈમારતના 9મા માળે આગ લાગી હતી. આગ એસીના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા ફાયર ડિપાર્ટમેન્ટે મિનિ ફાયર ફાઈટર, 2 વોટર બ્રાઉઝર અને હાઈડ્રોલિક પ્લેટફોર્મની વ્યવસ્થા કરી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અત્યાર સુધી કુલ 64 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે...જયેશ કડીયા(ચિફ ફાયર ઓફિસર, અમદાવાદ)