અમદાવાદ: શહેરના સ્થાપક સુલતાન અહમદશાહનો 563મો ઉર્સ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે અમદાવાદના માણેકચોકમાં અહમદશાહ બાદશાહની મઝાર ખાતે ઈદે મિલાદાન ઉન નબી સેન્ટ્રલ કમિટી દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અહમદશાહ બાદશાહની મઝાર પર પુષ્પાંજલિ અર્પણ કરી ચાદર ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી અને દુષ્કર્મ આચારનારાઓને કડક સજા આપવાની માંગ કરી છે.
અહમદશાહ બાદશાહની મઝાર: આ અંગે ઈદે મિલાદ-ઉન-નબી સેન્ટ્રલ કમિટીના અધ્યક્ષ, તસનીમ આલમ બાવા તિર્મીઝીએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે ચાદર ચઢાવવાની પરંપરા શરૂ કરી હતી, ત્યારથી અમે પણ આ પરંપરાને જીવંત રાખીએ છીએ અને દર વર્ષે અમે પણ અહમદશાહ બાદશાહની મઝાર પર ચાદર ચઢાવવા આવીએ છીએ. આજે અહમદશાહ બાદશાહના ઉર્સના અવસરે અમે ચાદર અને ફૂલો ચડાવીને દુઆ કરી છે.
અમદાવાદ શહેર માટે દુઆ: આ પ્રસંગે ગંજ શહીદ કબ્રસ્તાનના પ્રમુખ ઝાહીદ હુસેન કાદરીએ જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરના સ્થાપક અહમદશાહ બાદશાહનો ઉર્સ ધામધૂમથી મનાવવામાં આવ્યો છે. ઈસવીસન 1411 માં અમદશાહ બાદશાહએ અમદાવાદ શહેરની બુનિયાદ રાખી હતી. ત્યારે અહમદશાહ બાદશાહએ પોતાના જમાનામાં અમદાવાદ શહેર માટે દુઆ કરી હતી કે, આ શહેર હંમેશા સુખી અને સમૃદ્ધ રહે. તેથી આજે પણ અમદાવાદ શહેર ખુશહાલ અને સમૃદ્ધ છે અને આજે અમે અહીં શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ પણ કરી છે.


અહમદશાહ બાદશાહનો 563મો ઉર્સ ઉજવાઈ રહ્યો છે: આ અંગે કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, 'જ્યાં અહમદશાહ બાદશાહની દરગાહ છે તે એક એવો વિસ્તાર છે જ્યાં તમામ ધર્મના લોકો ભેદભાવ વગર રહે છે અને પોતાનો વ્યવસાય પણ કરે છે. અમદાવાદ શહેરની સ્થાપનાના 50 વર્ષ પછી અહમદશાહ બાદશાહનું અવસાન થયું હતું. તેથી આજે અહમદશાહ બાદશાહનો 563મો ઉર્સ ઉજવાઈ રહ્યો છે. આ અવસર પર અમે દેશના તમામ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ અને જે રીતે બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં જેઓ બળાત્કારી છે તેમને સખત સજા થવી જોઈએ. અમે અમારી સરકારને વિનંતી કરીએ છીએ અને અમે આ માટે દુઆ પણ કરી છે.


ઉર્સના અવસર પર 160 કિલો જરદા બનાવવામાં આવે છે: અહમદશાહ બાદશાહની દરગાહના ખાદીમ અહેમદ મિયાં શેખે કહ્યું કે, 'અમદાવાદની સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીએ અહમદશાહ બાદશાહ સાથે જોડાયેલી તમામ પરંપરાઓને જીવંત રાખી છે અને કોઈ ભૂખ્યું ન રહે તે માટે આખા વર્ષ દરમિયાન ખીચડી બનાવવામાં આવે છે. સુલતાન અહમદશાહ બાદશાહના ઉર્સના અવસર પર 160 કિલો જરદા બનાવવામાં આવે છે. આ ઉર્સમાં સમગ્ર ગુજરાતમાંથી અકીકતમાંદો આવે છે આ સમયે ખૂબ જ સુંદર અને મનમોહક વાતાવરણ જોવા મળે છે.'


આ પણ વાંચો: