અમદાવાદ: ગતમહિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા. ગૃહ મંત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન તેમના દ્વારા સિંધુભવન પાસે એક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડન વિશેની મહત્વપૂર્ણ માહિતી AMC દ્વારા આપવામાં આવી છે.
જે અંતર્ગત નવું લોકાર્પણ કરેલ ગાર્ડન તેમજ અન્ય એક ગાર્ડન એમ કુલ બે ગાર્ડન માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે અહીં આ ગાર્ડનમાં પ્રવેશ મેળવવા માટે AMC દ્વારા ફી વસુલ કરવામાં આવશે.
સિંધુભવન ખાતે આવેલ મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે હવે ચાર્જ વસૂલવામાં આવશે.
કેટલો ચાર્જ વસૂલવામાં આવશે ? રિક્રીએશન એન્ડ હેરિટેજ કમિટી, AMC ના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાર્ડનમાં મુલાકાતીઓ માટે 10 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
ત્યારે અગત્યની વાત એ છે કે, સવારે 6 થી 10 સુધી એન્ટ્રી ફી વસૂલવામાં આવશે નહિ. સવારે 10 થી રાત સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત વ્યક્તિ વાર્ષિક પાસ પણ કાઢવી શકે છે જે અંતર્ગત પાસ અરજદાર વ્યક્તિને વાર્ષિક પાસ પર 1 માસનું કેન્સલેશન આપવામાં આવશે.
આ પણ વાંચો: