ETV Bharat / state

સુરતમાં નીકળી અનોખી અંતિમયાત્રા, 95 વર્ષીય મહિલાને પરિવારે વાજતે-ગાજતે આપી વિદાય - Surat News - SURAT NEWS

સુરતમાં 95 વર્ષની એક વૃદ્ધ મહિલાનું નિધન થતા પરિવારે અનોખી અંતિમ વિદાય આપી હતી. આ મહિલાના પરિવારે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી. નોંધનીય છે કે, મૃતકના પુત્ર મધુભાઈ અંધશ્રદ્ધા નિવારણ સાથે સંકળાયેલા છે. uniq funeral procession

સુરતમાં નીકળી અનોખી અંતિમયાત્રા
સુરતમાં નીકળી અનોખી અંતિમયાત્રા (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 12:29 PM IST

સુરત : હાલમાં જ સુરતમાં એક અનોખી અંતિમયાત્રા નીકળી હતી, જેને જોઈને લોકો અચંબિત થયા હતા. સુરતમાં એક 95 વર્ષીય વૃદ્ધ મહિલાનું નિધન થતાં તેઓના પરિવાર દ્વારા અનોખી રીતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. સુરતના મૃતક વૃદ્ધ મહિલાના 7 પુત્રો અને 8 પુત્રીના પરિવારે ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી.

95 વર્ષીય મહિલાને પરિવારે વાજતે-ગાજતે આપી વિદાય (ETV Bharat Reporter)

વાજતે ગાજતે નીકળી અંતિમયાત્રા : 95 વર્ષીય માતાનું નિધન થતાં 7 પુત્રો અને 8 પુત્રીના પરિવારે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો સ્નેહીજનો અને સંબંધીઓ પણ જોડાયા હતા. આ અંતિમયાત્રા લોકો માટે કુતુહલ અને ચર્ચાનો વિષય બની ગઈ હતી. આ અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સત્યશોધક સભા અને અંધશ્રદ્ધા નિવારણ સાથે સંકળાયેલા મધુભાઈ કાકડીયાના 95 વર્ષીય માતાનું નિધન થયું હતું.

કાકડીયા પરિવારની પહેલ : મધુભાઈ કાકડીયા સાત ભાઈઓ અને આઠ બહેનોનો બહોળો પરિવાર ધરાવે છે. મધુભાઈ કાકડીયા સત્યશોધક ટીમના સભ્ય છે અને વર્ષોથી તેઓ વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ચર્ચા કરતા રહે છે. તેઓ ઘણા બધા રૂઢિ અને પરંપરાગત રીતિ રિવાજોનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ ધાર્મિક પ્રક્રિયાને લઈને પણ સમયાંતરે પોતાના નિવેદન આપતા રહે છે. બાગેશ્વર ધામના સુરતમાં યોજાયેલ કાર્યક્રમ વખતે પણ તેમણે પડકાર ફેંક્યો અને પોતાના પ્રશ્નોના જવાબ આપવા માટે તેને ચેલેન્જ આપી હતી.

મૃત્યુને બનાવ્યું મંગલમય : મધુભાઈ કાકડીયા પશુબલીથી લઈને અનેક ધાર્મિક કર્મકાંડનો વિરોધ કરતા રહ્યા છે. આજે પોતાની માતાનું નિધન થયું ત્યારે પોતાના એ જ વિચારોને અનુસરતા મૃત્યુ બાદ શોક અને ધાર્મિક ક્રિયાઓ કરવાને બદલે ઢોલ-નગારા વગાડીને માતાની અંતિમયાત્રા કાઢી અંતિમ સંસ્કાર આપવા માટે પહોંચ્યા હતા. માતાના મૃત્યુનો શોક મનાવવાને બદલે મૃત્યુને મંગલમય બનાવવાનો નિર્ધાર કર્યો અને પરિવારના સૌ સભ્યો તેમાં જોડાયા હતા.

  1. કાળી ચૌદસે સ્મશાનમાં બે બાળકોના જન્મદિવસની ઉજવણી, પોરબંદરના સોબર ગ્રૂપનો પ્રયાસ
  2. વિજ્ઞાનજાથાએ બાબાઓની ધતિંગલીલાનો કર્યો પર્દાફાશ, બાબાના કારનામા જાણીને ચોંકી જશો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.