ETV Bharat / state

દોસ્ત દોસ્ત ના રહા... આ વાક્યને અનુકૂળ પરિસ્થિતિ સર્જાઇ રાજકોટમાં, જાણો શું છે સમગ્ર ઘટના - Rajkot murder case - RAJKOT MURDER CASE

રાજકોટમાં નવા થોરાળા વિસ્તાિરમાં એક યુવકને તેના બે મિત્રોએ પથ્થરના ઘા કરીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ કોઈને મળે નહીં તેવી જગ્યાએ તેની લાશ ફેંકી દીધી હતી. જાણો આ સમગ્ર મામલો પોલીસ કી રીતે ઉકેલ્યો અને આરોપીની ધરપકડ કી રીતે કરવામાં આવી. Rajkot murder case

રાજકોટમાં બે મિત્રોએ બીજા મિત્રને કરી હત્યા
રાજકોટમાં બે મિત્રોએ બીજા મિત્રને કરી હત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 8:04 PM IST

રાજકોટમાં બે મિત્રોએ બીજા મિત્રને કરી હત્યા (ETV Bharat Gujarat)

રાજકોટ: જિલ્લાના નવા થોરાળા વિસ્તાિરમાં રહેતા યુવકને તેના જ બે મિત્રોએ પથ્થરનાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે થોરાળા પોલીસે ગુનો નોધી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સમગ્ર ઘટના કયા અને કેવી રીતે બની: ઘટનાની મળતી વિગત મુજબ, થોરાળા પોલીસેમાં આ અંગેની ફરિયાદમાં ધીરૂ ઉર્ફ કિશન સોલંકીએ જણાવ્યું હતું કે, "જેની હત્યા થઇ તે નાનો ભાઇ નિતીન શનિવારે મોડી રાત સુધી ઘરે આવ્યો ન હતો. અગાઉ પણ તે આ રીતે તે આખી રાત સુધી ઘરે આવ્યો નહતો. જેથી અમને થયું હતું કે, તે સવારે આવી જશે. રવિવારે સવારે પણ તે ઘરે ન આવતાં તેને શોધવા માટે તેને વારંવાર ફોન કરતા હતાં. પરંતુ તે ફોન રિસીવ કરતો નહોતો. પછી મારા પરિવારના સભ્યોએ મારા ભાઇના મિત્રોને પણ ફોન કરીને નિતીન વિશે પુછતાછ કરી હતી. પરંતુ કોઇ જાણકારી મળી નહીં. અને તેના બંને ફોન નંબર પણ સ્વીચ ઓફ થઇ જતાં અંતે રાતે મૃતકના પિતા પરષોત્તમભાઇએ થોરાળા પોલીસ સ્ટેશને જઇ નિખીલ ઉર્ફ નિતીન ઉર્ફ નાથો ગુમ થયાની જાણ કરી હતી. ત્યા‍રબાદ પણ પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતાં. તેમને જાણવા મળ્યું કે, આ દરમિયાન સોમવારે સાંજે મિત્રો સાથે કઈ માથાકૂટ થઇ હતી. પછી મૃતકના ભાઈને શંકા ઉપજી હતી. જેથી પરિવારના સભ્યો નવા થોરાળા ક્રિષ્ના પાર્કના રસ્તે આજી નદીના કાંઠા તરફ નિતીનની શોધખોળ કરવા પહોંચ્યા હતાં.

પોલીસને મળી લાશ: ત્યારબાદ નવા થોરાળા પાછળ ગૌશાળાની સામે આજી નદીના કાંઠે ઘાંસની જાળીમાં નિખીલ ઉર્ફ નાથાની લાશ મળી હતી. માથાના ભાગે બોથડ પદાર્થ કે પથ્થરથી ઘા કરીને મારી નાખવામાં આવ્યો હતો. ધીરૂ ઉર્ફ કિશન સોલંકીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી મનોજે પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે, નિતીન તેનો અને કરણનો મિત્ર હતો. તેના છૂટાછેડા થઇ ગયા હતાં. આ પછી તે મિત્ર કરણ પર શંકા કરી ગમે તેમ બોલતો હતો. જેથી બોલાચાલીમાં આ હત્યા કરી હતી.

આરોપીએ કરી કબૂલાત: સમગ્ર મામલે એસીપી બી. વી. જાધવનાં જણાવ્યા મુજબ, બે દિવસ પૂર્વે થોરાળા પોલીસને આજી નદીનાં કાંઠેથી નિતીન સોલંકીની લાશ મળી હતી. પથ્થરના ઘા ઝીંકી તેમની હત્યા થઈ હોવાનું જણાતા થોરાળા પોલીસે આરોપી મનોજ મકવાણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી મનોજની પુછપરછ કરતા તેને હત્યાની કબુલાત આપી હતી. તેમજ પોતાની સાથે હત્યામાં કરણ રાઠોડ સામેલ હોવાનું તેણે રટણ કર્યુ હતું. જેને લઈને હાલ પોલીસ દ્વારા બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  1. ભાભી સાથેના અનૈતિક સંબંધમાં નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા, પોલીસે ખોલ્યો ભેદ - Killed in immoral relationship
  2. જામનગરમાં ચાંદીપુરા વાયરસે 2 બાળ દર્દીઓનો ભોગ લીધો - Chandipura Virus

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.