બનાસકાંઠા: ક્યારેક એવા વીડિયો સામે આવતા હોય છે. તે વીડિયો જોયા બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. કંઈક આવો જ વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ગરીબ અને અભણ દીકરી કડકડાટ અંગ્રેજી બોલી રહી છે.
વીડિયોમાં ગરીબ દીકરીનું ટેેલેન્ટ દેખાયું: વીડિયોમાં એક ગરીબ દીકરી પાસે એવું ટેલેન્ટ જોવા મળ્યું છે કે જે શાળાએ નથી ગઈ પરંતુ ભણેલા ગણેલા ને પણ શરમાવે તેવું કડકડાટ અંગ્રેજી આ યુવતી બોલી રહી છે. ઘણીવાર ભણેલા લોકો પણ વિદેશી લોકો આગળ અંગ્રેજી બોલવામાં અને તેમને જવાબ આપવામાં ગોથા ખાઈ જતા હોય છે. પરંતુ આ વીડિયોમાં જે રીતે જોઈ શકાય છે કે એક યુવતી વિદેશી વિઝીટરને કડકડાટ અંગ્રેજીમાં જ તેનો જવાબ આપી રહી છે.
રાજસ્થાનનો વાયરલ વિડીયો: આ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો રાજસ્થાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના જેસલમેરમાં જે વિદેશથી લોકો ફરવા માટે અને વિઝીટ માટે આવતા હોય છે. તેમને ગાઈડ કરવાનું કામ ત્યાંના સ્થાનિક લોકો કરતા હોય છે. ત્યારે આવી એક યુવતી જે એક વિદેશી વ્યક્તિને ગાઈડ કરતી અને તેના પાસે હેલ્પ માગતી જોવા મળી રહી છે. નવાઈની વાત તો એ છે કે, આ યુવતી કડકડાટ અંગ્રેજી બોલી રહી છે અને તે કહી રહી છે કે, તે ક્યારેય સ્કૂલ નથી ગઈ પરંતુ તે અંગ્રેજી બોલી રહી છે.
યુવતીએ કડકડાટ અંગ્રેજીમાં વાત કરી: મોડલ શાળામાં ભણતા બાળકોને પણ ટક્કર મારે તેઓ અભણ દીકરીનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે વિદેશથી આવતા આ વ્યક્તિએ પણ ભારતનું આ વિશિષ્ટ ટેલેન્ટ જોઈ કયારેય કલ્પના પણ નહીં કરી હોય કે એક અભણ અને ગરીબ ઘરની દીકરી આટલું કડકડાટ અંગ્રેજી બોલી શકે છે.
આ પણ વાંચો: