બનાસકાંઠા: દરેક માણસ પોતાના જન્મ દિવસની પાર્ટીઓ અલગ- અલગ રીતે ઉજવાતા હોય છે. જેમકે કોઈ કેક કાપીને ઉજવે, તો કોઈ ચોકલેટ વેચીને ઉજવતા હોય છે. ત્યારે બનાસકાંઠા વિસ્તારમાં જન્મ દિવસ કંઈક અલગ અંદાજમાં ઉજવાયો છે.
બનાસકાંઠાના વાવ તાલુકાના આરોગ્ય વિભાગમાં નોકરી કરતાં દિનેશ ભાઈ આચાર્યએ તેમની દીકરીના જન્મ દિવસ નિમિતે વાવના બસ સ્ટેશનમાં 500 થી વધારે વૃક્ષોનું ફ્રીમાં વિતરણ કરી, એક નવી રીતે જન્મ દિવસની ઉજવણી કરી છે. હવે ઉનાળાની સિઝનમાં ગરમી ખૂબ જ વધતી હોય છે. ગરમી 44 ડિગ્રીથી વધારે તાપમાનમાં આપણે હેરાન થયા હોઈએ છીએ, ત્યારે આ રીતે વૃક્ષો વાવીને જન્મદિવસની ઉજવણી કરવી એ ખૂબ જ ફાયદા કારક છે. તેમણે વૃક્ષો વાવીને એક અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી છે.