ETV Bharat / state

રાજ્યમાં તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ 1272 જગ્યાઓ પૈકી 1110 તબીબોને આજે નિમણૂંક - helth department

રાજ્ય આરાગ્ય સેવાઓ માટે એકસાથે 1110 જેટલા તબીબો ઉપલબ્ધ થયા છે. આ 1110 બોન્ડેડ તબીબો ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં મુખ્ય આધાર તરીકે સાબિત થશે. રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા છે. STATE HEALTH SERVICES

રાજ્ય આરાગ્ય સેવાઓ માટે એકસાથે 1110 જેટલા તબીબો ઉપલબ્ધ
રાજ્ય આરાગ્ય સેવાઓ માટે એકસાથે 1110 જેટલા તબીબો ઉપલબ્ધ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 1:48 PM IST

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં 1110 જેટલા બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યાં છે.

કુલ 1110 તબીબો ઉપલબ્ધ: રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં નવનિયુક્ત કરાયેલ આ બોન્ડેડ તબીબો બેકબોન સાબિત થશે. આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ પણ અદા કરશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની 31 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 119, 222 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ESIC હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ થયા છે.

તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ 1272 જગ્યાઓ પૈકી 1110 તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે. આ તબીબો ઉપલબ્ધ બનતા હવે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં વર્ગ-2ના તબીબની ઘટ્ટ નહીવત બનશે. અને ગ્રામીણ આરોગ્ય કક્ષાએ આ સેવાઓ વધુ સુલભ બનશે તેવી શક્યતાઓ છે.

  1. રાજ્યમાં ચાંદીપુરાનો ભરડો, 124 શંકાસ્પદ માંથી 37 પોઝિટિવ કેસ, 44 દર્દીઓએ જીવ ગુમાવ્યો - chandipura case updates
  2. મોક લોકસભા: કેન્દ્રીય બજેટનું વિશ્લેષણ કરી એમબીએના વિદ્યાર્થીઓએ યોજ્યું બજેટ સેશન, જાણો - Mock Lok Sabha held in college

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.