જુનાગઢ: આગામી 7મી મેના દિવસે 13 જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર લોકસભા બેઠક પર ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા સનદી અધિકારી રજત દત્તા ની અધ્યક્ષતામાં આજે જુનાગઢ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ માં ખર્ચ નિરીક્ષણ ને લઈને એક બેઠકનું આયોજન થયું હતું જેમાં જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણા વસિયા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સાથે ઇન્કમટેક્સ બેંક જીએસટી સહિતના અલગ અલગ વિભાગના નોડેલ અધિકારીઓની હાજરીમાં ચૂંટણી દરમિયાન થતા ખર્ચને લઈને વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ઉમેદવારો દ્વારા જે ખર્ચ રજૂ કરવામાં આવે છે તેને લઈને કેવા પ્રકારે સમગ્ર કામગીરી કરવાની હોય છે તે અંગેની તમામ બાબતોની જાણકારી ઉપસ્થિત સૌ અધિકારીઓને ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા રજત દત્તાએ આપી હતી.
ઉમેદવારો દ્વારા થતા ખર્ચની નોંધણી: જુનાગઢ લોકસભામાં આવતા જુનાગઢ અને ગીર સોમનાથ ના જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ની હાજરીમાં ઉમેદવારો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તેની યોગ્ય રીતે નોંધણી થાય અને તેના હિસાબો નિભાવ પત્રમાં કઈ રીતે રજૂ કરવામાં આવે તે માટેનો માર્ગદર્શન પણ મેળવ્યું હતું. ખર્ચ નિરીક્ષક દતા એ કલેક્ટર કચેરીમાં ઉભા કરવામાં આવેલા ખર્ચ નિયંત્રણ કક્ષ કંટ્રોલરૂમ અને મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લઈને પણ ચૂંટણી દરમિયાન થઈ રહેલી કામગીરીની જાત માહિતી પણ મેળવી હતી.
નોડેલ ઓફિસરો-કર્મચારીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન: સામાન્ય રીતે ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવારો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તેને નોંધવાની કામગીરીની સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી આ સિવાય ચૂંટણી ફરજ માટે નિયુક્ત કરવામાં આવેલા નોડેલ ઓફિસરો અને ચૂંટણીમાં ફરજ બજાવા જઈ રહેલા તમામ કર્મચારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને કઈ રીતે તમામ કામગીરી કે જે મતદાન અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલી છે તે અંગેની વિગતવાર સમજણ પણ આપી હતી.