ETV Bharat / state

મચ્છુ હોનારતની 44મી વરસી, આજે પણ એ દિવસને યાદ કરી પરિવારો ધ્રુજી ઉઠે છે! - Machhu Hoanarat incident - MACHHU HOANARAT INCIDENT

ગોઝાર હોનારતને આજે 43 વર્ષનો સમય વીતી ગયો છે. છતાં એ દિવસને હજુ પણ મોરબીવાસીઓ ભુલી શકાયા નથી. આજે પણ એ દિવસને યાદ કરીને પરિવારો ધ્રુજી ઉઠે છે., જાણો વિગતે અહેવાલ..., Machhu Hoanarat incident

મચ્છુ હોનારતની 44મી વરસી
મચ્છુ હોનારતની 44મી વરસી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 11, 2024, 2:25 PM IST

મોરબી: મોરબીમાં જળ એ જીવન વ્યાખ્યાને બદલી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 43 વર્ષનો સમય વીતી ગયો હોવા આજે મોરબીવાસીઓ આજે પણ તે ગોઝાર હોનારતને ભૂલી શક્યા નથી. તારીખ 11 ઓગસ્ટ 1979 જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ન હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો એવો વિનાશ. જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી.

મચ્છુ હોનારતની 44મી વરસી
મચ્છુ હોનારતની 44મી વરસી (ETV Bharat Gujarat)

મોરબી થયું વેરવિખેર: 11 ઓગસ્ટ 1979નો એ દિવસ અને સમય હતો બપોરે 3:15નો કે જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-2 ડેમ તુટી પડ્યો છે. અને લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 3:30 કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.

મચ્છુ 2 ડેમ તૂટતા સર્જાઈ હતી હોનારત: માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી. પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે નીચે પાણી પાણી હતા. તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો ન કરી શકી. અને ઈમારતો પણ જમીનદોસ્ત બની ગઈ હતી.

હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને , મિલકતોને ક્યાય તાણીગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા. તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા. જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા.

એક જ પરિવારના 11 સભ્યો પાણીમાં તણાઈ ગયા: 43 વર્ષ પૂર્વેના એ દિવસને આજે યાદ કરતા દુધીબેન હિબકે ચડી જાય છે અને રોતા રોતા એ દિવસને યાદ કરી જણાવે છે કે મોરબીનો ડેમ તુટ્યો ત્યારે તહેવાર હોવાથી પરિવાર મામાને ઘરે ગયું હતું જ્યાંથી પરત ફરતી વખતે પાણી આવવા લાગ્યા હતા. જેથી એક ઓફિસમાં ગયા હતા. પરંતુ ઓફિસમાં પાણી ભરાઈ જતા પરિવારના 11 સભ્યો તેણે એક સાથે ગુમાવ્યા હતા અને તેમના પરિવારના 11 સભ્યો હવે હયાત નથી. તેને બીજા દિવસે જાણ કરાઈ હતી. એક જ ઝાટકે દુધીબેન પ્રજાપતિના માતા-પિતા અને ભાઈ-બહેન સહિતના પરિવારના 11 સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા. જેનો ક્યારેય પત્તો લાગ્યો નથી.

બે બાળકો નજર સામે તણાયા: ગંગાબેન રબારી અને તેના પતિની નજરની સામે પાણી તેના બે બાળકોને તાણી લઇ ગયું હતું. ગંગાબેન એ દિવસને યાદ કરતા જણાવે છે કે તેનું એક બાળખ તેના પતિએ અને એક સસરાએ તેડ્યું હતું અને પાણીથી બચવા ટેલીફોન થાંભલા પકડી જીવ બચાવવા ફાફા મારતા હતા. ત્યારે પાણીમાં જાનવર કરડી જતા એક બાળકનું મોત થયું હતું. તો બે બાળકો માતાપિતાની આંખ સામે પાણીમાં તણાઈ ગયા હતા. જેને તેઓ બચાવી ના શક્યા. તો કુદરતે તેમને બચાવી લીધા પરંતુ ત્રણ ત્રણ બાળકો છીનવાઈ ગયા હતા. તે દિવસને કેવી રીતે ભૂલી શકાય તેવું તેમણે જણાવ્યું હતું.

દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે: મચ્છુ જલ હોનારતની યાદમાં દર વર્ષે મૌન રેલી યોજાય છે. આજે પણ પરંપરાગત મૌન રેલી યોજાશે. જે નગરપાલિકા કચેરી ખાતેથી શરુ થશે. 21 સાયરનની સલામી સાથે મૌન રેલી શરુ થશે જે નગર દરવાજા, પરા બજાર સહિતના વિસ્તારમાં ફરીને મણી મંદિર ખાતે પૂર્ણ થશે જ્યાં મૃતકોની યાદમાં બનાવેલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

  1. બનાસકાંઠામાં શિક્ષકની નોકરી, પણ રહેવાનું કેનેડામાં : એક પછી એક નવા ખુલાસા - Teacher dispute in Banaskantha
  2. ગુજરાતની જીવાદોરી છલોછલ, સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા, 87 ટકા ભરાયો નર્મદા ડેમ - Sardar Sarovar dam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.