રાજકોટ: વિશ્વસ્તરે MSMEના યોગદાન, સામર્થ્ય, સિદ્ધિના સમર્થનમાં દર વર્ષે "સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ તરીકે નિશ્ચિત કરવામાં આવેલ છે. તેના અનુસંધાને રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશન અને રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશનના હોલ ખાતે WORLD MSME DAY -2024 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મુખ્ય ફાળો: MSMES વિશ્વભરમાં 90% વ્યવસાયો, 60 થી 70% રોજગાર અને 50% GDP ધરાવે છે. દરેક જગ્યાએ સમાજની કરોડરજ્જુ તરીકે તેઓ સ્થાનિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં અને આજીવિકા ટકાવી રાખવામાં મુખ્ય ફાળો આપે છે.
અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની ક્ષમતા: MSMES પાસે અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની, રોજગારીનું સર્જન કરવા અને જો પર્યાપ્ત સમર્થન આપવામાં આવે તો સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની ક્ષમતા ધરાવે છે. MSME ઈવેન્ટનો ઉદ્દેશ્ય તેમની મહત્વની ભૂમિકાને પ્રકાશિત કરવાનો અને અન્વેષણ કરવાનો છે.
પેનલ ડિસ્કશન રાખવામાં આવ્યું: આ પ્રોગ્રામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની MSMEને સંબંધિત વિવિધ સહાય સવલતો અંગેની જાણકારી આપવામાં આવી હતી અને MSME એકમોના ગ્રોથ (વૃદ્ધિ) માટે આવતી મુશ્કેલીઓ અને તેના સમાધાનો તેમજ તક વિશે પેનલ ડિસ્કશન રાખવામાં આવેલ હતું.
રાજકોટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉપસ્થિત: આ પ્રોગ્રામમાં ભારત સરકારના MSME મંત્રાલયના રાજકોટના વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સ્વાતિ અગ્રવાલ તેમજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા,