ETV Bharat / state

Vadodara News: પોલીસને ચકમો આપી પાસાનો કેદી હોસ્પિટલમાંથી છૂમંતર - વડોદરા પોલીસ

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલ પાસાનો આરોપી પોલીસ જાપ્તા માંથી ફરાર થઈ જતાં પોલીસ ધંધે લાગી છે. બીજી તરફ આ કેદી ફરાર થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.

પોલીસને ચકમો આપી પાસાનો કેદી હોસ્પિટલમાંથી છૂમંતર,

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 1:13 PM IST

વડોદરા: એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી પોલીસના કબ્જા માંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના 35 વર્ષીય આરોપી કિરણ ઉર્ફે બાદશાહને તા. 30 જાન્યુઆરીના રોજ પોલીસ દ્વારા પાસા હેઠળ વડોદરા લાવવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત બગડતાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

વોર્ડમાથી આરોપી ફરાર: આ આરોપી વડોદરાની સયાજી હોસ્પિટલના વોર્ડ નં. 13માં સારવાર લઈ રહ્યો હતો. આ દરમિયાન ગત રાત્રિએ પોલીસ કર્મચારીઓને ચકમો આપી હથકડી સાથે જ પોલીસના કબ્જામાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના કબ્જા માંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસની ભૂમિકા પર સવાલ: ત્યારે હાલતો ફરાર આરોપીને ગિરફ્તમાં લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ, પાસાનો આરોપી ફરાર થઈ જતાં પોલીસ કર્મચારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

  1. Junagadh police: જુનાગઢ બી ડિવિઝનના PSIને જેલની હવા ખાવાનો વારો કેમ આવ્યો ? જાણો અહીં...
  2. Borewell Rescue : બોરવેલમાં પડેલા 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યૂ, 9 કલાકની જહેમત બાદ જિંદગીની બાજી જીતી ગયો 'રાજ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.