ભાવનગર: ભાવનગરનું નજરાણું બનતા પેઇન્ટેડ સ્ટોર્ક એટલે ઢોક બગલા જે શિયાળાના પ્રારંભમાં પોતાનું ઘર બનાવવા ભાવનગરમાં ઊંચા વૃક્ષો પર માળા બનાવે છે. પ્રજનન બાદ છ મહિના પછી ફરી ચાલ્યા જાય છે. પેઇન્ટેડ સ્ટોર્ક ક્યાં રહે છે શું ખોરાક છે અને કેમ ભાવનગરમાં છ માસ પૂરતા આવે છે. શિયાળામાં આવતા વૃક્ષો પર દ્રશ્યમાન થતા પેઇન્ટેડ સ્ટોર્ક શહેરની શાનમાં વધારો કરે છે.
પેઇન્ટેડ સ્ટોર્ક એટલે ઢોક બગલો : ભાવનગર શહેરના મધ્ય ભાગમાં વૃક્ષો પર સપ્ટેમ્બર માસથી પેઇન્ટેડ સ્ટોર્ક એટલે કે ઢોક બગલાનું આગમન થઈ જાય છે. આ પક્ષીની ચાંચ કેસરી કલરની, માથે કેસરી ટપકું હોય છે. આ બે થી અઢી ફૂટ પહોળું પક્ષી છે. આ પક્ષી બે ફૂટ થી વધારે લાંબા પગ ધરાવે છે. જ્યારે આખું પક્ષી સફેદ કલરનું અને કાળા લીસોટા વાળુ હોય છે. આ પક્ષીને ગુજરાતીમાં ઢોક બગલો કહેવામાં આવે છે. ત્યારે અંગ્રેજીમાં તેનું નામ પેઇન્ટેડ સ્ટોર્ક છે. આ ભાવનગર શહેરનું સ્થાનિક પક્ષી છે.
પેઇન્ટેડ સ્ટોર્ક એટલે ઢોક બગલાની વિશેષતા: ભાવનગરનું નજરાણું બનતા પેઇન્ટેડ સ્ટોર્ક ખાસ કરીને માછલીનો ખોરાક ખાતા હોય છે, કહેવાય છે કે છ મહિના દરીયા કાંઠે અને છ મહિના પ્રજનન સમયે ભાવનગર શહેરમાં માળાઓ બનાવવા આવે છે. શહેરી વિસ્તારમાં તળાવ કે જ્યાં માછલી, દેડકા જેવા ખોરાક તેને પ્રાપ્ત થાય તેવા વિસ્તારની આસપાસના મોરા વૃક્ષો પર માળાઓ બનાવીને પ્રજનન કરતા હોય છે. જેથી બચ્ચાઓ મોટા થાય તો તેને આસાનીથી ખોરાક આપી શકાય. જો કે આ પક્ષી જે વૃક્ષ પર માળો બનાવે છે તે વૃક્ષ પર તેના ચરકના કારણે વિનાશ આવે છે. માળાની આસપાસની ડાળીઓ ચરકના કારણે બળીને સુકાય જાય છે. આ સાથે ચરકની દુર્ગંધ પણ તેટલી જ ખતરનાક હોઈ છે જ્યાં તેના માળા હોય ત્યાં લોકોને દુર્ગંધનો સામનો પણ કરવો પડે છે.
ભાવનગર શહેરના RFO દિવ્યરાજસિંહે જણાવ્યું હતું કે, 'પેઇન્ટેડ સ્ટોર્ક એ ફોરેસ્ટ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2નું એક પક્ષી છે, જે ભાવનગરના સપ્ટેમ્બર મહિનામાં ભાવનગરમાં આવતું હોય છે અને દર વર્ષે એ પોતાનું નેસ્ટીંગ અહીંયા ભાવનગરના અમુક વિસ્તારો જેવા કે વડવા, મોતીબાગ, ટાઉનહોલ અને પીલગાર્ડન વિસ્તારમાં કરતું હોય છે, તે પોતાના બચ્ચાઓ શિયાળાના સમયમાં બ્રિડિંગ સિઝન બાદ આપતા હોય છે.'
વન વિભાગ દ્વારા તેની સાર સંભાળ રખાય છે: RFO દિવ્યરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, 'વન વિભાગ દ્વારા તેની સાર સંભાળ એ રીતે રાખવામાં આવે છે કે જ્યારે એમની બ્રિડિંગ સિસ્ટમ પૂર્ણ થયા બાદ તેઓ બચ્ચાનો ઉછેર કરતા હોય છે. નેસ્ટીંગમાં જે કોઈ બચ્ચાઓને રેસ્ક્યુ કરવાની જરૂર પડે છે ત્યારે વન વિભાગ સતર્ક થઈ તેને રેસ્ક્યુ કરીને બચાવીને સંભાળ કરીને મોટા કરે છે, ત્યારબાદ દર વર્ષની જેમ ઉતરાયણનો જ્યારે સમય આવે છે ત્યારે મોટાભાગના પક્ષીઓ પતંગની દોરીથી ઈંજર્ડ થતા હોય છે. ત્યારે પણ તેના એક કરુણા અભિયાન તરીકે એક વન વિભાગમાં આખુ અભિયાન ચલાવવામાં આવે છે અને બચ્ચાઓને રેસક્યુ કરીને તેને સંવર્ધન કરવામાં આવે છે.
30 વર્ષથી પક્ષીની સેવા કરતા વોલેન્ટીયરનો મત: ભાવનગરના રાજુભાઇ વર્ષોથી દરેક પક્ષીઓની સેવા કરે છે. વોલેન્ટીયર તરીકે કામ કરતા રાજુભાઈએ જણાવ્યું હતું કે તેઓ એક એનજીઓ લગભગ 30 એક વર્ષથી ચલાવે છે. જેમાં પેઇન્ટેડ સ્ટોર્ક અને ઘાયલ પક્ષીઓનું કામ કરવામાં આવે છે. અત્યારે જે યાયાવર પક્ષી આવતા હોય છે. એમાં પેઇન્ટેડ સ્ટોર્ક નામના પક્ષીઓ સિટી એરિયામાં આવે છે જેને ગુજરાતીમાં ઢોક બગલા કહેવાય છે. ભાવનગરમાં બ્રિડિંગ કરવા માટે આવે છે એટલા માટે આવે છે કે મહિલા બાગ, મોતીબાગ, સરદારબાગ અનેક બાગમાં મોટા મોટા વૃક્ષો વધારે હોય છે.
પેઇન્ટેડ સ્ટોર્ક કોલોની સાચવવા જરૂરી: પક્ષીપ્રેમી રાજુભાઈએ જણાવ્યું હતું કે, 'હવે વાવાઝોડાના કારણે વૃક્ષો ઓછા થઈ ગયા છે, તો એ બધા વૃક્ષો નજીક હોવાથી પ્રજનન કરવા માટે ભાવનગરમાં મહેમાનગતિ કરવા આવે છે, અત્યારે એવું લાગે છે કે જે વાવાઝોડા આવ્યા એમાં મહિલાબાગમાં, મોતીબાગમાં, પીલગાર્ડનમાં ઘણા બધા મોટા વૃક્ષો જેવા વડલા હોય, પીપર હોય, લીમડો એવા ઘણા બધા વૃક્ષો વાવાઝોડાના કારણે પડી ગયા છે.
પક્ષી પ્રેમીઓની સરકારને વિનંતી છે કે પીલગાર્ડનમાં મોટા ભાગમાં અને મહિલાબાગમાં જે મોટા વૃક્ષો જેવા કે વડલા, પીપળા, પછી ડાબલાના ઝાડ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે જેથી આ કોલોની જળવાઈ રહે, નહિતર મોટા વૃક્ષ વધારે નાશ પામશે. તો ઢોક બગલાની કોલોની ઓછી થતી જાય છે, અત્યારે હાલમાં પણ 1500 થી 2000 જેવા પક્ષી આવ્યા છે. એક વિનંતી છે કે મોટા ઝાડ વૃક્ષારોપણ કરે છે તો મોટા ઝાડ આવા બધા બગીચા જેથી કરીને કોલોની સચવાઈ રહે.
આ પણ વાંચો: