ETV Bharat / state

વલથાણ કટ પર અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતાં નવજાત શિશુ અને માતા-પિતા ત્રણેયનું મોત થયું - Accident in Surat

પલસાણા તાલુકાના જોળવાની આરાધના ગ્રીનલેન્ડ નજીક રહેતા 22 વર્ષીય કલ્પેશભાઈ અને તેમના પત્ની ઇન્દિરાબેન 5 માસના નવજાત શિશુ સાથે સામાજિક કામ અર્થે રીક્ષામાં વતન જવા નીકળ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં કલ્પેશભાઈ રિક્ષામાંથી બહાર ફેંકાઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કલ્પેશભાઇનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. Surat Accident

અકસ્માત
અકસ્માત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 6:36 AM IST

સુરત: પલસાણા તાલુકાના જોળવાની આરાધના ગ્રીનલેન્ડ નજીક રહેતા 22 વર્ષીય કલ્પેશભાઈ બચુભાઈ સંગાડા સામાજીક કામ અર્થે રીક્ષામાં પોતાના મતન જતા હતા. લથાણ કટ પર અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતાં નવજાત શિશુ અને માતા-પિતા ત્રણેયનું કરૂણ મોત થયું હતું.

કામરેજ પોલીસ મથકના પીઆઇ ઓ કે જાડેજા (Etv Bharat Gujarat)

ગોઝારો અકસ્માત: પ્રાપ્ત માહિતી અનુસાર, પલસાણા તાલુકાના જોળવાની આરાધના ગ્રીનલેન્ડ નજીક રહેતા 22 વર્ષીય કલ્પેશભાઈ બચુભાઈ સંગાડા કડીયા કામ કરી ગુજરાન ચલાવતા હતા. કલ્પેશભાઈ તેમજ તેમના પત્ની ઇન્દિરાબેન અને 5 માસના નવજાત શિશુ સાથે જોળવાથી રિક્ષા નંબર GJ05CV-9141 માં બેસી સામાજિક કામ અર્થે વતન જવા નીકળ્યા હતા. મુબઈથી અમદાવાદ તરફ જતા ક્રિષ્ના હોટલ પાસેના વલથાણ કટ પરથી પસાર થઈ રહેલી રિક્ષાને પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે જમણી બાજુથી અડફેટે લેતાં રીક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કરમાં કલ્પેશભાઈ રિક્ષામાંથી બહાર રોડ પર ફેંકાઈ ગયા હતા. માથાના તેમજ કમરના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કલ્પેશભાઇનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત તેમના પત્ની ઇન્દિરાબેન તેમજ 5 માસના નવજાત શિશુને સ્થળ પર આવેલી 108 મારફતે સુરતની સ્મીમેર હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ગમખ્વાર અકસ્માતમાં નવજાત શિશુ તેમજ માતા પિતા સહિત ત્રણેયના મોત અંગે મૃતકના ભાઈ રાજેશભાઈ સંગાડાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો: કામરેજ પોલીસ મથકના પીઆઇ ઓ કે જાડેજાએ જણાવ્યું હતું કે, સર્જાયેલ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. ગોધરામાં NEETની પરીક્ષામાં ગેરરીતી કરાવનાર 3 શિક્ષણ માફિયા ઝડપાયા - neet exam 2024
  2. સુરત શહેરમાં બોમ્બ મુકવાની ધમકી આપવી યુવકને ભારે પડી, પોલીસે કરી ધરપકડ - SURAT FAKE CALL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.