ETV Bharat / state

છોટાઉદેપુરમાં રેતી ભરેલા ટ્રેકટરની અડફેટે યુવાનનું મોત, ગ્રામજનોએ રસ્તો બાનમાં લીધો - Accident in Surat

છોટા ઉદેપુર જિલ્લાના ઉચાપાન ગામે રેતી ભરેલા ટ્રેકટરની અડફેટે મોટર સાયકલ ચાલક યુવાનનુ ઘટના સ્થળે મોત નીપજતા, ઉચાપાન ગામમાં ભારે આક્રોશ સાથે ડુંગરવાંટ જાંબુઘોડા રોડ બંધ કરી દેવાતાં સવારના 10 વાગ્યાં થી 3 વાગ્યાં સુધી રોડ પર ટ્રાફિક જામ થયું હતું.

Accident
Accident (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 5:37 PM IST

Updated : Jul 17, 2024, 9:01 AM IST

છોટા ઉદેપુર: જિલ્લામા સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે, જેને લઈને રેત વહન કરતાં વાહનોથી વારંવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના ઉચાપાન ગામે રેતી ભરેલા ટ્રેકટરની અડફેટે મોટર સાયકલ ચાલક યુવાનનુ ઘટના સ્થળે મોત નીપજતા, ઉચાપાન ગામમાં ભારે આક્રોશ સાથે ડુંગરવાંટ જાંબુઘોડા રોડ બંધ કરી દેવાતાં સવારના ૧૦ વાગ્યાં થી ૩ વાગ્યાં સુધી રોડ પર ટ્રાફિક જામ થયું હતું.

છોટાઉદેપુરમાં રેતી ભરેલા ટ્રેકટરની અડફેટે યુવાનનું મોત (ETV Bharat Reporter)

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામે સવારના 7.30 કલાકે ઉચાપાન ગામનાં 28 વર્ષીય વિપુલ ચંદ્રસિંહ રાઠવા મોટર સાયકલ લઈને કાટવાં ગામે પત્નીને લેવાં જતો હતો ત્યારે ઠલકો ગામનું રેતી ભરેલું ટ્રેકટર ઉચાપાન ગામ પાસે મોટર સાયકલને ટ્રેકટર ઓવર ટેક કરવા જતાં, ટ્રેકટરે મોટર સાયકલને અડફેટે લેતાં ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેકટર રોડની બાજુમાં આવેલા કૂવામાં ખાબકયું હતું અને મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ઘટના બનતાં ગામ લોકોને જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ રોડ ઉપર રેતી ભરેલા વાહનો બેફામ રીતે દોડતા હોય છે. જેને લઇને વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને લઇને ગામ લોકોમાં આક્રોશ સાથે રોડ ઉપર આડશો મૂકી, રોડ બંધ કરતા છોટા ઉદેપુર જિલ્લા પોલીસનો 100 જેટલા જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને 3 કલાકની સમજાવટ બાદ મૃતક યુવકના સ્વજનો દ્વારા મૃતદેહને ઘટના સ્થળેથી ખસેડવામાં આવ્યો હતો.

Accident (ETV Bharat Reporter)

28 વર્ષીય વિપુલ ચંદ્રસિંહ રાઠવા નામના યુવાનનું ઘટના મોત નીપજતા, અને વારંવાર આ રસ્તા પર અકસ્માત સર્જાતા લોકોએ રેતી વહન કરતાં વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગામના લોકોએ રોડ ઉપર આડશ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. છોટા ઉદેપુર જિલ્લા પોલીસ તંત્રના 100 જેટલો પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી, મૃતક પરિવારના સભ્યો સાથે સમજાવટ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે બોડેલી એસ પી ગૌરવ અગ્રવાલ જણાવ્યું હતું કે, બોડેલી તાલુકાના ઉચાપાન ગામે ટ્રેકટર અને મોટર સાયકલ ચાલક વિપુલ ચંદ્રસિંહ રાઠવાનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સ્વાભાવિક છે કે 28 વર્ષીય યુવાનનુ મોત થતાં પરિવારજનોનો આક્રોસ વધ્યો હતો. પોલીસની સમજવટ બાદ પરિવારને સમજાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. ચોમાસું શરુ થતા સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું, આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું - Surat Health Update
  2. ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ 31 ટકાથી વધુ, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો - Gujarat weather update

Last Updated : Jul 17, 2024, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.