ETV Bharat / state

કૃષ્ણ પક્ષમાં આવી રહ્યું છે ! એ પખવાડિયું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું, જાણો શું અસર થશે... - Krishna Paksha

આ વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન 13 દિવસનું પખવાડિયું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કૃષ્ણ પક્ષના 13 દિવસના પખવાડિયાને જગત સંહારક તરીકે પણ માનવામાં આવે છે. જાણો આ સમયનો ઇતિહાસ અને આ વર્ષે શું અસર રહેશે...

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 2:42 PM IST

કૃષ્ણ પક્ષમાં આવી રહ્યું છે ! એ પખવાડિયું
કૃષ્ણ પક્ષમાં આવી રહ્યું છે ! એ પખવાડિયું (ETV Bharat Reporter)
એ પખવાડિયું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું (ETV Bharat Reporter)

જૂનાગઢ : જેઠ મહિનાનો કૃષ્ણ પક્ષ 23 જૂનથી 5 જુલાઈ દરમિયાન આવે છે. જેઠ મહિનાના આ કૃષ્ણ પક્ષમાં 13 દિવસો છે. કૃષ્ણ પક્ષના આ પખવાડિયામાં જેઠ વદ એકમ અને જેઠ વદ તેરસનો ક્ષય થાય છે, જેના કારણે તે દિવસનું આ પખવાડિયું અશુભ માનવામાં આવે છે. 13 દિવસના આ પખવાડિયાને કારણે લોકોનો ક્ષય થાય, પ્રજાજનો મુશ્કેલીમાં મુકાય અને વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધ જેવી કોઈ સ્થિતિનું નિર્માણ થાય છે.

કૃષ્ણ પક્ષનું અશુભ પખવાડિયું : કૃષ્ણ પક્ષનું 13 દિવસનું પખવાડિયું મહાભારતના યુદ્ધ વખતે જોવા મળ્યું હતું. આ વર્ષે ફરી એકવાર આ પખવાડિયું આવી રહ્યું છે. વિવિધ પ્રકારની અશુભ અસરો 13 દિવસના આ પખવાડિયામાં જોવા મળી શકે છે. ત્યારે તેર દિવસના આ પખવાડિયાને અનુલક્ષીને જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે.

કેવી અસર જોવા મળશે : તેર દિવસના આ પખવાડિયા દરમિયાન વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી રાજકીય હિલચાલો જોવા મળી શકે છે. વર્તમાન સમયમાં મધ્ય પૂર્વમાં યુક્રેન અને રશિયા વચ્ચે લડાઈ ચાલી રહી છે. ચીન પણ તાઇવાનને સેના શક્તિથી ઘેરવાના પ્રયાસમાં છે. નાટોના દેશો રશિયાને અલગ રીતે સૈનિક શક્તિથી ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. તો રશિયા સમગ્ર નાટોના દેશોને પોતાની સૈન્ય શક્તિથી ભીસમાં લઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં નાટોના દેશો અને રશિયા વચ્ચે યુદ્ધ થવાની શક્યતા પ્રબળ બની રહી છે.

કૃષ્ણ પક્ષનું અશુભ પખવાડિયું
કૃષ્ણ પક્ષનું અશુભ પખવાડિયું (ETV Bharat Reporter)

યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા : ઉત્તર કોરિયા પણ દક્ષિણ કોરિયા સામે યુદ્ધની નવી રણનીતિ વિચારી રહ્યું છે. રશિયા અને અમેરિકાએ જાણે કે યુદ્ધની તૈયારી કરી લીધી હોય તે પ્રકારે રશિયાએ તેમની અણુ સબમરીન અમેરિકાની નજીક રવાના પણ કરી દીધી છે. તો અમેરિકાએ રશિયાની સરહદે નાટો દેશોના અણુ હથિયારો તૈયાર રાખ્યા છે. જેના કારણે 13 દિવસના આ પખવાડિયા દરમિયાન વૈશ્વિક સ્તરે કોઈ સૈનિક કાર્યવાહી કે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા પણ છે.

મહાભારતનું યુદ્ધ અને પખવાડિયું : મહાભારતનું યુદ્ધ પણ કૃષ્ણ પક્ષના 13 દિવસના પખવાડિયા દરમિયાન થયું હતું. એ જોતા આપણી દેશની સરહદ પાસે કોઈ સૈનિક હિલચાલ અથવા તો આતંકવાદી હુમલાની શક્યતા આ પખવાડિયા દરમિયાન ઊભી થઈ શકે છે. ભારતની સરહદે આ દિવસો દરમિયાન પૂરી સાવધાની રાખવી જોઈએ, તેવું જયપ્રકાશ માઢક માને છે.

ઇતિહાસના કેટલાક બનાવ : વર્ષ 1999માં કૃષ્ણ પક્ષ 13 દિવસનો હતો, આ સમયે કારગિલ યુદ્ધ થયું હતું. વર્ષ 1937 અને 1962 માં પણ 13 દિવસનો કૃષ્ણ પક્ષ હતો, 1962 માં ચીન સાથેની લડાઈ થઈ હતી. વર્ષ 2021 8 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન બીજ અને તેરસનો ક્ષય હોવાથી તેર દિવસનું પખવાડિયું હતું. આ સમય દરમિયાન લાખો લોકોને કોરોના જેવો વાઇરસ ભરખી ગયો હતો.

માનવજાત માટે કઠિન સમય : બીજી તરફ 1937 માં 13 દિવસમાં આ પખવાડિયા દરમિયાન ચાઇનામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેને કારણે પણ અનેક લોકોના જીવ ગયા હતા. જ્યોતિષશાસ્ત્ર મુજબ કૃષ્ણ પક્ષના 13 દિવસના પખવાડિયાને જગત સંહારક તરીકે પણ માનવામાં આવે છે. જેથી 23 જૂનથી શરૂ થઈ રહેલ કૃષ્ણ પક્ષનું આ પખવાડીયું માનવ જાત માટે ખૂબ જ કઠિન હોવાનું જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢક જણાવે છે.

  1. Shani Trayodashi : શનિ-રાહુની પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિ ત્રયોદશીના દિવસે કરો, વિશેષ પૂજા-ઉપાય
  2. Gauri Vrat 2023 : જૂનાગઢમાં કુમારીકાઓએ કર્યું ગૌરી વ્રતનું પૂજન કરીને શ્રી કૃષ્ણને ભાવિ ભરથાર માટે કરી પ્રાર્થના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.