ETV Bharat / state

રાજકોટના ખેડૂતોને “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ રુપિયા 75 હજારની સબસિડીનો લાભ - CM Crop Storage Structure Scheme

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 12:52 PM IST

ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનને લાંબા સમય સુધી સાચવી શકે તે માટે સરકાર સહાય કરે છે. “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સબસીડી આપવામાં આવે છે. રાજ્યના અનેક ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. રાજકોટના ગોંડલ તાલુકાના ખેડૂતો તેનો કેવી રીતે લાભ લે છે. જાણો આ અહેવાલમાં..., Chief Minister's Crop Storage Structure Scheme

રાજકોટના ગોંડલ તાલુકાના ખેડૂતોએ “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” નો લીધો લાભ
રાજકોટના ગોંડલ તાલુકાના ખેડૂતોએ “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” નો લીધો લાભ (Etv Bharat Gujarat)

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામડાઓમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. સીઝન દરમિયાન તે ખેતી સારી કરે છે. પરંતુ આ કમોસમી વરસાદના કિસ્સામાં પાક-સંગ્રહની સમસ્યાઓ ખૂબ ઉભી થતી હોય છે. ત્યારે શ્રી દર્શનભાઈ ડોબરીયા જે એક ખેડૂત છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પાકનું ઉત્પાદન કરીએ ત્યારે પાકના ભાવ મળતા ન હોતા અને તે સમયે પાક સાચવવા માટેની વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો.

જો કે, હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે તેમની સમસ્યા ઉકેલાઈ છે. ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શનભાઈને સરકાર તરફથી રુપિયા 75 હજારની સબસિડી મળી છે. જેનાથી તેમણે પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે.

ઉપરાંત તેમણે જણાવ્યું કે પહેલાં પાક ઉત્પાદન થાય એટલે તરત વેચવો પડતો હતો, પરંતુ હવે એવું નથી. આ સરકાર તરફથી મળેલી સહાય છે. જેમાં અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ, જેથી કરીને માલ ખરાબ થતો નથી, જેથી કરીને અમને ફાયદો પણ રહે છે. દરેક ખેડૂતે તેનો લાભ લેવો જોઈએ.

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 22 ટકા ખેત-ઉત્પાદનનો યોગ્ય સંગ્રહના અભાવે વ્યય થાય છે. મનુષ્ય અને પ્રાણીઓ પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂત માટે શિરદર્દ બની રહે છે. પણ, રાજકોટના પરા પીપળીયાના વિક્રમભાઈને આ શિરદર્દમાંથી છુટકારો મળ્યો છે. તેમણે કહ્યું કે " રાજ્ય સરકારની યોજનાઓ છે તેમાં ગોડાઉન માટે 75 હજાર રુપિયા સબસિડી આપવામાં આવે છે તો એનો ખરેખર લાભ લેવો જોઈએ. આ સિવાય પણ સરકારની ઘણી યોજનાઓ છે જેમાં બિયારણ, રોટાવેટર, ટ્રેકટર, મોટર સહિતની ખરીદી માટે બહુ મોટી સબસિડી આપવામાં આવે છે.

ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળે છે. અને તે ખેત-પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે. આમ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે ઉપકારક બની રહી છે.

  1. સાબરકાંઠાના પ્રગતિશીલ ખેડૂત હસમુખ પટેલ, પ્રાકૃતિક ખેતી થકી કરી લાખોની કમાણી - Organic farming
  2. સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા - A farmer of Balethi village

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.