વલસાડ: આ સમગ્ર ધરતી પર ફક્ત માણસ જ રહેતો નથી પણ તેની સિવાય ઘણા સરિસૃપો, જાનવરો, પક્ષીઓ પણ રહે છે. જેમાંથી સાપો પણ આ ધરતી પર નિવાસ કરે છે. જેમાંથી કેટલાક ઝેરી અને બિન ઝેરી પણ હોય છે. તેમાંથી ઘણી વાર સાપો માણસોને કરડી જાય તો માણસોનો જીવ પણ જાય છે. કારમાં કે ઘરમાંથી ઝેરી જીવો અકસ્માતે નીકળે છે.
ઝેરી સાપ જોતા પરિવારમાં ડરનો માહોલ: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વેલપરવા ગામમાં શૈલેષ પટેલના પરિવાર સાથે એક ભયજનક ઘટના બની હતી. તેઓ પોતાના પરિવાર વેકેશન માટે બહાર જવાની તૈયારીમાં હતો, તે સમયે જ તેમની કારમાં એક ઝેરી કોબ્રા સાપ દેખાયો હતો, જેને કારણે પરિવારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
કારના બોનેટમાંથી કોબ્રા નીકળ્યો: શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે વેકેશન પર જવા માટે તૈયાર હતા અને તેઓ જતાં પહેલાં કારની તપાસ કરી રહ્યા હતા. કારનું બોનેટ ખોલતાં જ અંદર એક ઝેરી કોબ્રા સાપ દેખાયો હતો. સાપના આકસ્મિક દર્શનથી પરિવાર ડરી ગયો હતો અને પાછળ ખસી ગયો હતો. શૈલેષ પટેલે બોનેટ ઢાંકીને મદદ માટે જીવદયા ગ્રુપ પારડીનો સંપર્ક કર્યો હતો.
એક કલાકની જહેમત બાદ રેસ્કયુ કરાયું: જીવદયા ગ્રુપના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, રેસ્ક્યુ ટીમે પૂર્વ સાવધાની સાથે બોનેટમાંથી છૂપાયેલા કોબ્રાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ 1 કલાકની મહેનત બાદ કોબ્રાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. ટીમે 1 કલાકની ભારે જહેમત બાદ સાપને સલામત રીતે સાપને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
ઘટના ચર્ચાનો વિષય બની: આ ઘટના ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને જીવદયા પ્રેમીઓના મિશનને કારણે શૈલેષભાઈ અને તેમનો પરિવાર સુરક્ષિત રહી શક્યો હતો. જીવદયા ગ્રુપના સભ્યોએ કોબ્રાને પકડીને તેને નજીકના જંગલમાં સુરક્ષિત રીતે છોડવાની વ્યવસ્થા કરી હતી.
સાપને સહી સલામત કાર બહાર કઢાયો: જીવદયા ગ્રુપના સભ્યો દ્વારા કારમાંથી કોબ્રાને બહાર કાઢવા માટે સતત 1 કલાક સુધી જહેમત ઉઠાવી હતી. કારના એન્જિન, ટાયરના ભાગે બચવાની કોશિશ કરતા કોબ્રાને સહેજ પણ ઇજા પહોંચાડ્યા વગર હેમખેમ કાઢી લેવામાં આવ્યો હતો.
ગરમીની ઋતુ શરૂ થતાં સાપ બહાર નીકળે છે: માણસે જંગલોનો નાશ કરી દીધો છે. ત્યારે સાપ જેવા જીવો માટે જગ્યાનો અભાવ પણ હોય છે ત્યારે તે આમ તેમ ફર્યા કરે છે. પોતાની સુરક્ષા માટે તેઓ કારની બોનેટમાં કે અન્ય જગ્યાએ ભરાઇ જતા હોય છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરુરી છે.
આ પણ વાંચો: