ETV Bharat / state

ચાણસ્માના ધાણોધરડા ગામના મહાઠગ માજી સરપંચ દ્વારા 35 લાખની ઠગાઈ, 35 હજારના ચેકનો કર્યો દુરઉપયોગ - Sarpanch fraud in Chansma

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 5:13 PM IST

Updated : Jul 11, 2024, 9:42 PM IST

ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામના મહાઠગ માજી સરપંચ ઈશ્વરભાઈ કાશીરામ પટેલે 35000ના ચેકને સફેદ વાઈટનરથી સુધારી 35 લાખનો કરીને ઠગાઈ કરતા ચકચાર મચી ગઈ હતી. Sarpanch's fraud in Chansma

મહાઠગ માજી સરપંચ દ્વારા 35 હજારના ચેક સાથે કરી ઠગાઈ
મહાઠગ માજી સરપંચ દ્વારા 35 હજારના ચેક સાથે કરી ઠગાઈ (Etv Bharat Gujarat)

પાટણ: ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામના મહાઠગ માજી સરપંચ ઈશ્વરભાઈ કાશીરામ પટેલે 35000ના ચેકને સફેદ વાઈટનરથી સુધારી 35 લાખ રૂપિયા લખી ઠગાઈ કરતા ચકચાર મચી ગઈ હતી. ધાણોધરડા ગામ ખાતે ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અગાઉ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, તે અનુસાર 35000 રૂપિયાનું ચેક તલાટી ક્રમ મંત્રી દ્વારા અને વહીવટ દ્વારા આપવામાં આવ્યો હતો. પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ કાશીરામ પટેલે 3,5000ની જગ્યાએ 35 લાખની છેતરપીંડી આચર્યા બાદ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયા.

ઠગાઇ કરી સરપંચ ફરાર: આ ઘટના બાદ ચાણસ્મા પોલીસે ફરાર સરપંચની શોધખોળ હાથ ધરી હતી. ધાણોધરડા ગામના પૂર્વ સરપંચને તલાટી મંત્રી દ્વારા અને વહીવટ દ્વારા 35 હજારનો ચેક આપવામાં આવ્યો હતો, જેને ઈશ્વરભાઈએ 35 લાખનો કરી મહા ઠગાઇ કરી હતી. એટલું જ નહીં આ ઠગાઇ બાદ તેઓ ફરાર થઈ ગયા છે. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે, 8.90 લાખ રૂપિયાના ગાંજાના જથ્થા સાથે, બે ઇસમોને ઝડપી પાડ્યા - surat SOG police nabs two suspects
  2. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ, ભાજપ પર કર્યા આકરા વાકપ્રહાર - Rajkot News
Last Updated : Jul 11, 2024, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.