ETV Bharat / state

પોરબંદરમાં સોની વેપારીનું અપહરણ કરનારા 2 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

પોરબંદર જિલ્લામાં એક સોની વેપારીનું અપહરણ કરીને રૂપિયા 20 લાખની ખંડણી વસૂલાયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પોરબંદરના સોની વેપારીનું અપહરણ કરનાર 2 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો
પોરબંદરના સોની વેપારીનું અપહરણ કરનાર 2 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

પોરબંદર: જિલ્લામાં એક સોની વેપારીનું અપહરણ કરીને રૂપિયા 20 લાખની ખંડણી વસૂલાયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં સંડોવાયેલા ભરત લાઠીયા સહિત 7 આરોપીઓને પોલીસે પકડી પાડયા બાદ પોરબંદર જિલ્લા પોલીસે 2 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે.

7 લોકો સામે વેપારીનું અપહરણ કર્યાનો આરોપ: પ્રાપ્ત વિગત મુજબ કીર્તિમંદીર પોલીસ સ્ટેશનમાં તા 26 ઓક્ટોબરના રોજ આ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક સોની વેપારીને સસ્તા સોનાની લાલચ આપીને તેને જયપુર ખાતે લઇ જઈ, ત્યાં અવાવરૂ જગ્યાએ એક મકાનમાં ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂ. 20 લાખની ખંડણી માંગી તે રૂપિયા આંગડીયા પેઢી મારફતે મેળવ્યા હોવાના આરોપમાં 7 શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો.

પોલીસે આરોપીઓને ઝડપી લીધા: આ કેસના આરોપીઓ ભરતકુમાર, રામજી ઉર્ફે જાડો કટારીયા, પ્રતાપ ઓડેદરા અને પોપટ ઓડેદરા, નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગૌસ્વામી, અશોક ઉર્ફે લાલી અને કમલેશ ઉર્ફે ભાણો સહિતના 7 આરોપીઓને રોકડા રૂ.10.04 લાખ અને 2 કાર, મોબાઈલ ફોન, છરી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

2 આરોપીઓ સામે ગુન્હાઓ નોંધાયા: પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી ભરત લાઠીયા અને રામજી ઉર્ફે જાડો જીણા કટારીયા સામે છેલ્લા 10 વર્ષમાં રાજ્યના જુદા- જુદા પોલીસ મથક્માં અપહરણ, હથિયાર સાથે મારામારી, ખુન, છેતરપિંડી, સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.

2 આરોપીઓ સામે ગુજસીટોક ગુન્હો દાખલ: આ ટોળકી પોતાની સતત ગુનાહિત પ્રવૃતિ ચાલુ રાખતા અને ગુન્હાઓ સાબિત થતા 2 આરોપીઓ સામે કિર્તીમંદિર પોલીસ મથકે 'ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ' એટલે કે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે અને આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક રૂતુ રાબાએ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. પોરબંદરના દરિયાકિનારે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત યોજાઈ
  2. પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા, 8 ઈરાની નાગરિકોના 4 દિવસના રીમાંડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.