ETV Bharat / state

એવું તે શું બન્યું કે પોડાશીએ 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝિંકીને હત્યા કરી નાખી ? - Murder of 22 year old youth - MURDER OF 22 YEAR OLD YOUTH

સુરત જિલ્લાના કડોદરામાં એક પાડોશીએ પોતાના પાડોશમાં રહેતા એક પરિવારના 22 વર્ષિય યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી. આખરે શું છે સમગ્ર મામલો જાણો વિસ્તારથી.... Murder of 22 year old youth

કડોદરામાં 22 વર્ષીય યુવકની હત્યા
કડોદરામાં 22 વર્ષીય યુવકની હત્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 7:38 AM IST

બારડોલી: પલસાણા તાલુકાના કડોદરામાં જાણે કે, કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા હોય તેમ દિનપ્રતિદિન ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ કડીમાં વધુ એક ગુનાહિત કિસ્સો ઉમેરાયો છે. કડોદરાના જલારામ નગરમાં પાડોશીઓએ 22 વર્ષીય યુવક પર ચપ્પુ હુમલો કરતા વચ્ચે પડેલા યુવકના પિતાને પણ ચપ્પુ મારી દીધું હતું. આ બનાવમાં યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના કડોદરામાં 22 વર્ષીય યુવકની હત્યા
સુરતના કડોદરામાં 22 વર્ષીય યુવકની હત્યા (Etv Bharat Gujarat)

શું હતો સમગ્ર મામલો: કડોદરાના જલારામ નગરમાં ઓગણભાઈ દેવભાઈ ભરવાડની રૂમ નંબર 2માં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના સંજીવ કેદારનાથ શુક્લએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પાનનો ગલ્લો ચલાવે છે અને તેના 22 વર્ષીય પુત્ર શુભમ અને પુત્રી પ્રિયાંશુ સાથે રહે છે. શુભમ એરટેલ કંપનીમાં સીમકાર્ડ વેચવાનું કામ કરતો હતો. ગત 16 જૂન 2024 રવિવારના રોજ બે વાગ્યે શુભમ જોર જોરથી બુમો પાડતો સંભળાયો તો તેના પિતા સંજીવ ઘરની બહાર નીકળીને જોતા પડોશના રૂમ નંબર 1માં રહેતો સુરેન્દ્ર શંકરલાલ મહોબિયા (મૂળ રહે અમરકંટક, મધ્યપ્રદેશ) શુભમને માર મારી રહ્યો હતો. સુરેન્દ્રએ ચપ્પુથી શુભમ પર હુમલો કરવા જતાં સંજીવ બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન સુરેન્દ્રએ શુભમને ચપ્પુ મારી દીધું હતું. ત્યારબાદ સંજીવ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.

હુમલામાં શુભમનું મોત: પિતા--પુત્ર પર હુમલો કરી સુરેન્દ્ર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સ્થાનિકોએ શુભમ અને સંજીવને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં શુભમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શુભમે મરતા પહેલા તેના પિતાને જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા સુરેન્દ્રનો મોબાઈલ ફોન ચોરી થયો હતો. જે અંગે શુભમ પર શંકા કરી તેની સાથે બોલાચાલી કરી હતી. શુભમના પિતા સંજીવ શુક્લની સારવાર ચાલી રહી છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો: આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે કડોદરા પીઆઈ બી.ડી.શાહે જણાવ્યું હતું કે, મોબાઈલ ચોરીની શંકાને આધારે પડોશીએ સીમકાર્ડ વેંચતા શુભમ નામના યુવક પર હુમલો કર્યો હતો. બચાવમાં આવેલા યુવકના પિતાને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી છે. યુવકનું મોત થતા હાલ હત્યાનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.