ETV Bharat / state

Bharat Darshan: સાયકલ પર ભારત દર્શન કરવા નીકળ્યો 20 વર્ષનો યુવાન, આવો છે હેતુ... - સાયકલ યાત્રા

20 વર્ષનો એક યુવાન સાયકલ લઈને ભારત ભ્રમણ કરવા માટે નીકળ્યો છે. ભારત ભ્રમણ માટે તેને બે વર્ષનું લક્ષ્ય રાખ્યું છે. ભારતને નજીકથી જાણવા મળે અને ભારતના લોકો તેને જાણે તેવા હેતુની સાથે-સાથે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવા માટે લોક જાગૃતિનો પણ તે પ્રયાસ કરશે.

સાયકલ પર ભારત દર્શન કરવા નીકળ્યો 20 વર્ષનો યુવાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 9:25 PM IST

સાયકલ પર ભારત દર્શન કરવા નીકળેલો ટોની પહોંચ્યો જુનાગઢ

જુનાગઢ: મધ્યપ્રદેશનો 20 વર્ષનો યુવાન અંતરની ખુશીનો અહેસાસ કરવા સાયકલ પર ભારત ભ્રમણે નિકળ્યો છે, ભારત ભ્રમણની આ યાત્રા તેણે મોરબીથી શરૂ કરી હતી ત્યારે રવિવારે તે જુનાગઢ આવી પહોંચ્યો હતો. આગામી બે વર્ષ દરમિયાન આ યુવક સમગ્ર ભારત ભ્રમણ દરમિયાન ભારતને જાણવાનો પ્રયાસ કરશે અને સાથે સાથે અંતરઆત્માની ખુશીનો અહેસાસ પણ કરશે.

સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલો ટોની
સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલો ટોની

20 વર્ષનો યુવાન ભારત ભ્રમણે: મધ્યપ્રદેશનો 20 વર્ષનો ટોની સાયકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળ્યો છે. તેણે પોતાની સાયકલ યાત્રા બે દિવસ પૂર્વે મોરબી થી શરૂ કરી હતી. સાયકલ લઈને આ યુવાન આજે ભારત ભ્રમણના લક્ષ્યને આગળ વધારતા જુનાગઢના ભવનાથ આવી પહોંચ્યો હતો. અહીં એકાદ દિવસનું રોકાણ કર્યા બાદ તે સોમનાથ તરફ આગળ વધશે. માત્ર 20 વર્ષની ઉંમરે ટોની ભારત ભ્રમણ યાત્રાએ નીકળ્યો છે, તેની પાછળનો તેનો ધ્યેય સમગ્ર ભારત વર્ષના અલગ-અલગ પ્રાંતના લોકોને મળીને તેમની સંસ્કૃતિની સાથે તે જે વિસ્તારમાંથી પસાર થાય તે જગ્યા પર પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ થાય તે માટેનો સંદેશો પણ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.

સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલો ટોની
સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલો ટોની

સોમનાથ નાગેશ્વર ભાગ અન્ય પ્રાંતોમાં જશે: મધ્યપ્રદેશનો 20 વર્ષનો આ યુવક તેની ભારત ભ્રમણ યાત્રામાં જુનાગઢ થી સોમનાથ અને ત્યાંથી દ્વારકા અને નાગેશ્વર થઈને ભારત ભ્રમણ યાત્રાનો રૂટ ગુજરાત બહાર પણ શરૂ કરશે. બે વર્ષનો સમય લઈને નીકળેલો આ યુવાન સાયકલ પર યાત્રા કરવાને લઈને ખૂબ જ મજબૂત મનોબળ સાથે આગળ ધપી રહ્યો છે. ઘરના વાલીઓની મંજુરી સાથે નીકળેલો ટોની સાઇકલ પર કપડાં અને અન્ય ઉપયોગી ચીજ વસ્તુઓની સાથે સાયકલમાં પંચર પડે અથવા તો તેમાં હવા પુરવા અને કોઈ પણ તકનીકી ખામી સર્જાય તો તેના માટે તેને માર્ગ પર જ રિપેર કરી શકાય તેવા સાધનો પણ સાથે રાખ્યાં છે.

યુવાને ઈ ટીવી ભારત સાથે કરી વાત: 20 વર્ષના ટોનીએ ભારત ભ્રમણ યાત્રાને લઈને ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, લોકો ખુશીની શોધમાં બહાર નીકળતા હોય છે, પરંતુ સાચી ખુશી પ્રત્યેક વ્યક્તિના આત્મામાં સમાયેલી છે તેની અનુભૂતિ કરવા માટે તે ભારત યાત્રાએ નીકળ્યો છે. ભીડભાડ થી દૂર રહીને સમગ્ર ભારત જોઈ શકાય અને ભારત તેને ઓળખે તે પ્રકારે તે આગળ ધપી રહ્યો છે. આ સિવાય તે માર્ગ પર આવતા ગામોના લોકોને પણ પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટે તે માટે પણ સંદેશો આપીને તેની ભારત ભ્રમણ યાત્રાને પૂર્ણ કરશે.

  1. CS Exam : મહેક સેજવાની 19 વર્ષે બની સીએસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે એપ્લાય કર્યું
  2. Plastic Free Campaign: મહા શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક ફ્રી અવેરનેસ માટે કલાકારોએ કેમ્પેન શરુ કર્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.