ETV Bharat / state

ભાવનગરમાં એક બ્રિજ પૂરો નથી થયો ત્યાં શાસકો 3 નવા બ્રિજની મંજૂરી લઈ આવ્યા, જાણો ક્યાં બનશે નવા બ્રિજ? - BHAVNAGAR NEW OVER BRIDGE

ભાવનગરમાં વધતી ટ્રાફિક સમસ્યાના નિવારણ હેતુ ત્રણ ઓવરબ્રિજ માટેની સૈદ્ધાંતિક મંજૂરી સરકારમાંથી મળી છે.

ભાવનગરમાં 3 નવા ઓવરબ્રિજ બનશે
ભાવનગરમાં 3 નવા ઓવરબ્રિજ બનશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2024, 7:03 PM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં એક ઓવરબ્રિજ હજુ પૂર્ણ થયો નથી, ત્યારે શાસકો વધુ ત્રણ ઓવરબ્રિજ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરીઓ લઈ આવ્યા છે. ભાવનગરમાં વધતી ટ્રાફિક સમસ્યાના નિવારણ હેતુ ત્રણ ઓવરબ્રિજ માટેની સૈદ્ધાંતિક મંજૂરી સરકારમાંથી મળી છે. ભાવનગર શહેરમાં કયા સ્થળો ઉપર બનશે આ ત્રણ નવા ઓવરબ્રિજ આ અહેવાલમાં જાણો.

ભાવનગરમાં 3 નવા ઓવરબ્રિજ બનશે (ETV Bharat Gujarat)

રાજ્ય સરકારની સેદ્ધાંતિક મંજૂરી કેટલાની
ભાવનગરમાં દેસાઈનગરથી RTO સર્કલ સુધીનો ફલાય ઓવર 2025 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. 2018માં શરૂ થયેલી કામગીરી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ પંચવર્ષીય યોજના હોય તેમ પાંચ વર્ષે ફલાયઓવર પૂર્ણ થવાનો છે. ત્યારે નવા ફલાયઓવર માટે મહાનગરપાલિકાના શાસકો ગ્રાન્ટ લઈ આવ્યા છે.

ભાવનગરમાં 3 નવા ઓવરબ્રિજ બનશે
ભાવનગરમાં 3 નવા ઓવરબ્રિજ બનશે (ETV Bharat Gujarat)

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ગ્રોથ કરી રહ્યું છે ત્યારે ભાવનગર પણ એમની સાથે કદમ મિલાવવા તત્પર બની રહ્યું છે. જેમાં સૈદ્ધાંતિક રીતે અત્યારે ત્રણ બ્રિજ જે ટ્રાફિકને સમસ્યાઓમાં ન થાય એના માટે તેને આપણે સૈદ્ધાંતિક રીતે સરકારમાં મંજૂરી માટે મોકલ્યા હતા. જેમાં મંજૂરી સાથે 150 કરોડનું બજેટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંજૂર થયું છે.

ક્યાં નવા ત્રણ ફલાય ઓવર અને ક્યાં સ્થળે?
મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ એક લીલા સર્કલથી હિલપાર્ક ચોકડીથી દુખીશ્યામ બાપા સર્કલ જઈ રહ્યો છે. અને વિરાણી સર્કલથી ટોપ 3 સર્કલ થઈ જવાનો છે. જે જંક્શન લીલા સર્કલનું પડે છે. ત્યાં એક બ્રિજ બનાવવાનું કામ સ્ટ્રેટેજિકલ સર્વે કરીને કરવામાં આવશે. ત્યારબાદ ટોપ 3 સર્કલ ઉપર પાંચ રોડનું જંકશન પડી રહ્યું છે. ત્યાં પણ એક બ્રિજ બનાવવાનું કામ સર્વે બાદ કરવામાં આવશે અને એક મંત્રેશ કોમ્પ્લેક્સ જે એરપોર્ટ તરફ જવાનો રસ્તો છે. ઘોઘા તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ જંકશન પડે છે. આથી ત્યાં બ્રિજ બનાવવાનું કામ આગામી દિવસોમાં સર્વેની કામગીરી ચાલુ છે. સૈદ્ધાંતિક રીતે સ્ટેન્ડિંગ કમિટીમાંથી 150 કરોડના બજેટને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે. આગામી દિવસોમાં તમામ કાર્યવાહી થશે. ત્યારબાદ પરામર્શ મેળવી ટેન્ડર કરવાની પ્રક્રિયા ધરવામાં આવશે.

આ ત્રણ સ્થળની પ્રાથમિક પસંદગી કેમ

ચેરમેન રાજુ રાબડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ત્રણ એન્ટ્રી પોઇન્ટ છે. એક દેસાઈનગર જ્યાં ફલાયઓવર પૂર્ણ થવા આવ્યો છે. જ્યારે સોમનાથ નેશનલ હાઇવેને પગલે ટોપ 3 અને લીલા સર્કલ ફલાય ઓવર બનશે. જ્યારે ઘોઘાથી આવતો માર્ગ હોવાથી મંત્રેશ કોમ્પ્લેક્ષ ખાતે સર્કલમાં એક ફલાય ઓવર બનાવવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાઓ માટે થઈને અને વાહનને પરિવહન માટે એકદમ સરળતા અને ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્માણ કરવાનું નિર્ધાર ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું છે. આગામી દિવસોમાં ખૂબ ફાયદાકારક નીવડશે.

આ પણ વાંચો:

  1. બંધ થનાર સારંગપુર બ્રિજનો વિકલ્પ: દોઢ વર્ષ અમદાવાદીઓને હવે આ 4 રૂટ કામ આવશે
  2. દેશ-વિદેશમાં પ્રસરી વઢવાણી રાયતા મરચાના સ્વાદની સોડમ, મહિલાઓ થઈ રહી આત્મનિર્ભર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.