જુનાગઢ: મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે, દિવસે ને દિવસે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ગુરૂવારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની સાથે જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. આજે જૂનાગઢ શહેરનું તાપમાન 44 ડિગ્રીને પાર થતું જોવા મળ્યું હતું. ત્યારે સતત ગરમી અને ગરમ પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
હિટ સ્ટ્રોકના કેસમાં વધારો: છેલ્લાં 22 દિવસ દરમિયાન જુનાગઢ જિલ્લાની 16 એમ્બ્યુલન્સ સેવાઓ સતત કામ કરતી જોવા મળી, એપ્રિલ અને મે મહિનામાં અત્યાર સુધીમાં કુલ 130 ઇમરજન્સી કેસ 108 સેવાને પ્રાપ્ત થયા છે, જેમાં તાવ, ઝાળા, ઉલટી અને છેલ્લાં 15 દિવસથી હિટ સ્ટ્રોકના કેસ સતત વધી રહ્યા છે.
હિટ સ્ટ્રોકના અત્યાર સુધી 23 કેસ: હિટ સ્ટોક ના અત્યાર સુધી 108 સેવાને આજના દિવસ સુધી 13 ફોન કોલ રીસીવ થયા છે. જેમાં એપ્રિલ મહિનામાં 04 અને મે મહિનામાં આજની તારીખ સુધી 09 જેટલા કેસ જોવા મળ્યા હતા. જેમાં તાવના સૌથી વધારે 102 જેટલા કેસ નોંધાયા હતા.
''એપ્રિલ અને મે મહિના દરમિયાન કુલ 130 જેટલા કેસ 108 સેવા એ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હેન્ડલ કર્યા છે. જેમાં આ મહિનામાં 09 કેસ હીટ સ્ટોકના મળીને ગત મહિનાના 04 સાથે કુલ 13 કેસ હીટ સ્ટોકના પણ નોંધાયા છે. જેમાં જુનાગઢ જિલ્લાના ભેસાણમાં 05, જુનાગઢ તાલુકામાં 28, જુનાગઢ શહેરમાં 22, કેશોદ શહેરમાં 10, માળીયા તાલુકામાં 25, માણાવદર તાલુકામાં 10, માંગરોળમાં 08, મેંદરડા તાલુકામાં 04, વંથલીમાં 13 અને વિસાવદર તાલુકામાં 05 મળીને કુલ 130 જેટલા ઇમરજન્સી કોલ 108 સેવાને એપ્રિલ અને આજની તારીખ સુધી મે મહિનામાં પ્રાપ્ત થયા છે''. - મહેન્દ્રસિંહ ચૌહાણ,ઓપરેશન મેનેજર,જુનાગઢ 108 સેવા