નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 મેચની શ્રેણીની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો 25 રને પરાજય થયો હતો. કિવી ટીમે ભારતને 3-0થી હરાવીને શ્રેણીમાં ક્લીન-અપ કર્યું હતું. ઈતિહાસમાં પ્રથમ વખત, ભારતને 3 મેચની હોમ ટેસ્ટ શ્રેણીમાં કોઈ ટીમ દ્વારા વ્હાઇટ-વોશ કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ચાહકો હજુ સુધી ટીમ ઈન્ડિયાને મળેલી શરમજનક હારમાંથી બહાર આવ્યા ન હતા, એટલામાં ભારતના જમણા હાથના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે સાહાએ ત્રીજો વિકેટ-કીપર બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારી છે.
WRIDDHIMAN SAHA IS SET TO RETIRE FROM ALL FORMS OF CRICKET AT THE END OF RANJI SEASON 🇮🇳
— Johns. (@CricCrazyJohns) November 4, 2024
- Thank you for the memories, Saha. pic.twitter.com/2yxD6O4PVh
રિદ્ધિમાન સાહાએ નિવૃત્તિ જાહેર કરી:
રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરી રહેલા રિદ્ધિમાન સાહાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ 40 વર્ષીય ક્રિકેટરે જણાવ્યું કે તે તેની છેલ્લી રણજી સિઝન રમી રહ્યો છે. સાહાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.
સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા રિદ્ધિમાન સાહાએ લખ્યું, 'ક્રિકેટની યાદગાર સફર પછી, આ સિઝન મારી છેલ્લી સિઝન હશે. સંન્યાસ લેતા પહેલા હું બંગાળનું પ્રતિનિધિત્વ કરીશ અને માત્ર રણજી ટ્રોફી રમીશ. આ અદ્ભુત પ્રવાસનો ભાગ બનેલા દરેકનો આભાર, તમારા સમર્થનનો અર્થ મારા માટે ઘણું છે. ચાલો આ સિઝનને યાદગાર બનાવીએ.'
After a cherished journey in cricket, this season will be my last. I’m honored to represent Bengal one final time, playing only in the Ranji Trophy before I retire. Let’s make this season one to remember! pic.twitter.com/sGElgZuqfP
— Wriddhiman Saha (@Wriddhipops) November 3, 2024
રિદ્ધિમાન સાહાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
જમણા હાથના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ ભારત માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 56 ઇનિંગ્સમાં 29.41ની સરેરાશથી કુલ 1353 રન બનાવ્યા, જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ છે. સાહા વિકેટ પાછળ તેની ચપળતા માટે પણ જાણીતો છે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં તેના નામે 92 કેચ અને 12 સ્ટમ્પ આઉટ પણ છે. સાહાએ 9 ODI મેચોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પણ વાંચો: