ગુયાનાઃ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુયાનામાં બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ બીજા દિવસે જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આ મેચના પ્રથમ દિવસે બંને ટીમો વચ્ચે કુલ 17 વિકેટ પડી હતી. હવે બીજા દિવસે બોલરો માત્ર 8 વિકેટ લઈ શક્યા હતા. આ મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો.
🟢🟡Day 2 | STUMPS
— Proteas Men (@ProteasMenCSA) August 16, 2024
Great test match cricket once again on day 2!
🇿🇦South Africa 160/10 (1st Innings)
🏝️West Indies 144/10 (1st Innings)
🇿🇦South Africa 223/5 (2nd Innings)
South Africa lead by 239 runs#WozaNawe #BePartOfIt#SAvWI pic.twitter.com/rGHrsdAa59
દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ પર મેળવી લીડ: આ મેચના બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝે 97/7 પર તેની ઈનિંગ શરૂ કરી અને ટીમ માત્ર 144 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવના આધારે વેસ્ટ ઈન્ડિઝ પર 16 રનની લીડ મેળવી લીધી છે. દિવસની રમતના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 5 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. આ સાથે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ પર 239 રનની મજબૂત લીડ મેળવી લીધી છે.
માર્કરામ અને કાઇલે અડધી સદી ફટકારી: મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાના બીજા દાવમાં બેટ્સમેનોએ પ્રથમ દાવ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ માટે એડન માર્કરામે 108 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 51 રનની અડધી સદી ફટકારી હતી. દિવસની રમતના અંત સુધીમાં કાયલ વેરેને પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 71 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે. તે હાલમાં ક્રિઝ પર અણનમ છે. તેની સાથે વિયાન મુલ્ડર 34 રન બનાવીને ક્રિઝ પર અણનમ રહ્યો. અત્યાર સુધીમાં જેડન સીલ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે બીજી ઈનિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી છે.
હવે આ મેચ પર સાઉથ આફ્રિકાની પકડ વધુ મજબૂત બની છે. જો આફ્રિકન બેટ્સમેનો 350 થી આગળ તેમની લીડ લઈ શકે છે, તો તેમના માટે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ લાઇનઅપને રોકવાનું વધુ સરળ બનશે.